Health tips: તુલસીનું માત્ર ધાર્મિક દષ્ટીએ જ નથી મહત્વ,ઔષધિય ગુણોનો છે ભંડાર, આ રીતે કરો સેવન, થશે ગજબ ફાયદા
હિન્દુ પરિવારના ઘરમાં તુલસી અવશ્ય હોય છે. તુલસીનું ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ તેની સાથે તેમા ઔષધિય ગણ હોવાથી શરીર માટે પણ હિતકારી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો આપ શિયાળામાં શરદીની સમસ્યાથી પીડિત હો તો તેના પાન અને મરીનો પાણીમા ઉકાળો બનાવીને પીવાથી શરદી, ખાંસીને દૂર કરી શકાય છે.
અનિયમિત પીરિડ્સની સમસ્યામાં પણ તુલસીના બીજ ફાયદાકારક છે. માસિક ચક્રની અનિયમિતતા દૂર કરવા માટે તુલસીના પાનનું નિયમિત સેવન કરો.
શ્વાસમાં દુર્ગંધથી પરેશાન હો તો આપ તુલસીના પાન ચાવી શકો છો. આ સમસ્યાથી રાહત મળશે. ઇજા થઇ હોય તો ઘામાં રૂઝ માટે ફટકડી સાથે તુલસીના પાન મિક્સ કરીને લગાવવાથી ઘા રૂઝાઇ જાય છે. તુલસીમાં એન્ટી બેકટેરિયલ તત્વો હોય છે. જે ઘાને પકવા નથી દેતા.
ત્વચા સંબંધિત સમસ્યામાં તુલસી કારગર છે. તુલસીના પાનની પેસ્ટ બનાવવીને લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે સ્કિન ક્લિન બને છે.
કેટલાક શોધમાં તુલસીના બીજને કેન્સરની બીમારીમાં કારગર માનવાવમાં આવે છે. જો કે હજુ સુધી તેની પુષ્ટી નથી થઇ.
ડાયરિયાથી પરેશાન હો તો તુલસીના પાન ઉપયોગી છે. તુલસીના પાનને જીરા સાથે મિકસ કરીને ખાવાથી ડાયરિયા મટી જાય છે.
image 8