Benefits of walnuts: અખરોટ ખાવાથી શરીરમાં થશે આ ફાયદા, અનેક બીમારીઓ રહેશે દૂર
અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આમ તો તમે અખરોટને કોઈ પણ રીતે ખાઈ શકો છો. પરંતુ જો તેને પલાળીને ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅખરોટમાં નેચરલ કંપાઉંડ હોય છે. તે કંપાઉંડ એંઝાઈમ એક્ટિવિટીને રોકવાનું કામ કરે છે. ત્યારે આવા સમયે આપ અખરોટ પલાળીને ખાશો તો તેના કંપાઉંડ્સને બેઅસર કરવામાં મદદ મળશે. આ ઉપરાંત તે એંઝાઈમ ટૂટી જશે, જે પાચન ક્રિયામાં અડચણ પેદા કરે છે. હવે સવાલ એ છે કે, પલાળેલા અખરોટ કેમ ખાવા જોઈએ ?
પલાળેલા અખરોટનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ મેનેજ કરવામાં મદદ મળી જશે. હૃદય સ્વસ્થ રાખશે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
અખરોટના નિયમિત સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવામાં મદદ મળે છે. પાચન તંત્રમાં સુધારો કરે છે.
અખરોટ કેલોરીનો સારો સ્ત્રોત છે. ત્યારે આવા સમયે તેના નિયમિત સેવનથી બોડીનો વેટ મેનેજમેન્ટમાં ફાયદો થાય છે.
પલાળેલા અખરોટનું સેવન કરશો તો પાચનશક્તિને પ્રોત્સાહન મળશે. જેનાથી પાચન વ્યવસ્થિત થશે.
સુકા મેવાને પલાળીને ખાવાની આપણી જુની પરંપરા રહી છે. તેમાં અખરોટ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. પલાળેલા અખરોટને નિયમિત રીતે ખાવાથી ઢગલાબંધ ફાયદા મળશે. અખરોટ હેલ્દી ફૈટ, પ્રોટીન, વિટામિન, ખનિજ અને એન્ટીઓક્સીડેંટથી ભરપૂર હોય છે.