Exit Poll 2024
(Source: Poll of Polls)
Diabetea: બ્લડ સુગરને કંન્ટ્રોલ કરવા માટે સૌથી સસ્તો ઉપાય, ફક્ત 20 રૂપિયામાં થઇ જશે કામ
Diabetea: ડાયાબિટીસને નાબૂદ કરવા માટે કોઈ દવા નથી. કેટલીક દવાઓ થોડા સમય માટે વધેલા બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરી શકે છે. જેમ જેમ દવાની અસર બંધ થાય છે તેમ તેમ બ્લડ સુગર ફરી વધવા લાગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાયાબિટીસ એ એક ક્રોનિક રોગ છે, જે વ્યક્તિને જીવનભર દવાઓ લેવાની ફરજ પાડી શકે છે. આ રોગને દૂર કરવાની કોઈ દવા નથી. કેટલીક દવાઓ થોડા સમય માટે વધેલા બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરી શકે છે. દવાની અસર ઓછી થતાં બ્લડ સુગર ફરી વધવા લાગે છે. આ મોંઘી દવાઓ પાછળ રૂપિયા ખર્ચવા તમામ લોકો માટે શક્ય નથી. જો કે, નિષ્ણાતો કેટલાક સસ્તા ખાદ્યપદાર્થો સૂચવે છે જે ખાવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત થઈ શકે છે.
હાઈ બ્લડ સુગરના દર્દીઓ ઇગ વ્હાઇટ ખાઇ શકે છે. આ ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓ દરરોજ નાસ્તામાં એક કે બે ઇગ વ્હાઇટ ખાઇ શકે છે. તે સસ્તું પણ આવે છે. તે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
શિયાળાની ઋતુમાં સંતરા ખાવા પણ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં ફાયદાકારક માનવામાં આવે છે. ઠંડા હવામાનમાં તે ઘણા સસ્તું થઈ જાય છે. નારંગીમાં સુગર હોય છે. પરંતુ તેમાં બીજી ઘણી બધી હેલ્ધી વસ્તુઓ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ઇસબગુલ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. તે માત્ર 10-15 રૂપિયામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ એકવાર તેનું સેવન કરી શકે છે. ઇસબગુલ મેટાબોલિઝ્મ વધારવાની સાથે સાથે ગ્લુકોઝ બ્રેકડાઉન પ્રોસેસને ઓછી કરવાનું કામ કરે છે
શિયાળામાં પાલક એકદમ સસ્તી મળે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પાલક ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ તેને સલાડ, પાલકનો રસ અથવા બાફેલા શાકભાજીમાં ખાઈ શકે છે.
મેથીના દાણા માત્ર 10-20 રૂપિયામાં મળે છે. તમે તેનો બે થી ત્રણ વખત ઉપયોગ કરી શકો છો. રોજ રાત્રે એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળી રાખો અને તેને ઢાંકીને સવારે ખાલી પેટ ચાવીને પાણી પી લો. બ્લડ સુગરને ઝડપથી ઘટાડવાનું કામ કરી શકે છે.