Orange Food: શિયાળામાં કરી લો આ ઓરેન્જ ફૂડનું સેવન, રહેશો યુવાન અને હેલ્ધી
ગાજર (Carrot) - શિયાળામાં દરરોજ 1-2 ગાજર ખાઓ. ગાજર ખાવાથી ભરપૂર માત્રામાં વિટામિન A મળે છે. ગાજર ખાવાથી આંખો સ્વસ્થ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોળું (Pumpkin)- - કોળું દરેક ઋતુમાં મળે છે. કોળાની મોસમ શિયાળામાં પણ હોય છે. કોળુ વિટામિન A નો સારો સ્ત્રોત છે. આ વજન ઘટાડવામાં મદદ કરે છે.
નારંગી (Orange) – વિટામીન સીથી ભરપૂર સંતરા શિયાળામાં પણ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. નારંગી ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં કેલ્શિયમ પણ મળે છે. દરરોજ એક નારંગી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
પપૈયું (Papaya) - શિયાળામાં પપૈયું પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે. તમારે દરરોજ પપૈયું ખાવું જોઈએ. પપૈયું ખાવાથી વિટામિન સી અને ફાઈબર મળે છે. પપૈયું ખાવાથી પાચનતંત્ર સારું રહે છે.
જરદાળુ (Apricot) - નારંગી રંગની જરદાળુ પણ શિયાળામાં મળે છે. જરદાળુ વિટામિન A, વિટામિન C, પોટેશિયમ અને ફાઇબરનો સારો સ્ત્રોત છે. જરદાળુમાં પણ ઘણું આયર્ન હોય છે.