Blood Pressure: રોજ સવારે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ કે બ્લડ પ્રેશરની સમસ્યા થઈ છે, આ રીતે કરો કંટ્રોલ
હાઈ બ્લડ પ્રેશરને સાયલેન્ટ કિલર માનવામાં આવે છે. તેને હાઇપરટેન્શન પણ કહેવાય છે. આ વિશ્વભરમાં થતા મૃત્યુનું એક મુખ્ય કારણ છે. હાઈ બીપી જનેટિક, ખરાબ લાઈફસ્ટાઈલ, ખરાબ ખોરાક અને તણાવને કારણે થઈ શકે છે. આજકાલ ઓછી ઉંમરમાં જ લોકો હાઈ બીપીનો શિકાર થઈ રહ્યા છે. હાઈ બ્લડ પ્રેશરના લક્ષણો દેખાય તો બિલકુલ અવગણના ન કરવી જોઈએ. સવારે ઊઠતાં જ જો કેટલાક લક્ષણો દેખાય તો સમજી જાઓ કે તમારું બ્લડ પ્રેશર વધી ગયું છે. અહીં જાણો...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચક્કર આવવા: જો સવારે ઊઠતાં જ ચક્કર આવે છે તો તેને બિલકુલ અવગણવું જોઈએ નહીં. આ હાઈ બ્લડ પ્રેશરનો સંકેત હોય છે. જો બેડમાંથી ઊઠ્યા પછી તરત જ ચક્કર જેવું લાગે તો તરત બીપી ચેક કરાવો. જોકે, ચક્કર આવવાના ઘણા બીજા કારણો પણ હોઈ શકે છે પરંતુ હાઈ બીપી તેનું મુખ્ય કારણ હોઈ શકે છે.
સવારે સવારે તરસ લાગવી: તરસ કોઈપણ વ્યક્તિને લાગી શકે છે પરંતુ જો સવારે સવારે ઊઠતાં જ તરસ લાગે તો તે હાઈ બીપીનો સંકેત હોઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશર હોવા પર મોઢું સૂકાતું હોય તેવું લાગી શકે છે. સવારે ઊઠતાં જ વધારે તરસ લાગે તો તરત જઈને બીપી ચેક કરી શકો છો.
ધૂંધળું દેખાવું: સવારે ઊઠતાં જ ધૂંધળું ધૂંધળું દેખાય તો તે હાઈ બીપીનો સંકેત હોઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશર, આંખોના સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. જો બ્લડ પ્રેશર વારંવાર વધેલું રહે છે, તો આંખો નબળી થઈ શકે છે. તેથી ડૉક્ટર પાસે તરત જવું જોઈએ.
ઉલટી અને બેચેની થવી: ઉલટી અને બેચેની જેવી સમસ્યાઓ થવી એ હાઈ બીપીના લક્ષણો હોઈ શકે છે. સવારે પથારીમાંથી ઊઠ્યા પછી તરત જ ઉલટી જેવું લાગે તો તરત બીપીની તપાસ કરાવવી જોઈએ. એસિડિટી અને નબળાઈ જેવા લક્ષણો અનુભવાય ત્યારે પણ આવી તકલીફ આવી શકે છે.
ઊંઘ જેવું લાગવું: બ્લડ પ્રેશર વધવાથી ઊંઘ પ્રભાવિત થઈ શકે છે. હાઈ બીપીના દર્દીઓને રાત્રે ઊંઘ આવવામાં તકલીફ થઈ શકે છે, જ્યારે સવારે ઊંઘ આવે છે. આના કારણે તેમને ચિડચિડાપણું પણ થવા લાગે છે. આવા લક્ષણો દેખાય તો તરત બીપી ચેક કરાવવું જોઈએ.