Health Tips: બ્રશ કર્યા બાદ તમે પણ કરો છો માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાઓ સાવધાન, જાણો કેમ ?
Health Tips: જો તમે પણ બ્રશ કર્યા પછી રેગ્યૂલર માઉથવૉશનો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જાવ, કારણ કે તાજેતરના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે લિસ્ટરીન કૂલ મિન્ટ માઉથવૉશથી કેન્સરનું જોખમ રહેલું છે. માઉથવૉશનો ઉપયોગ કરનારાઓએ સાવચેત રહેવું જોઈએ કારણ કે સંશોધનમાં જાણવા મળ્યું છે કે તેનાથી કેન્સર થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંશોધનમાં જાણવા મળ્યું છે કે માઉથવૉશ મોંમાં બેક્ટેરિયાને વધારે છે. આ બેક્ટેરિયા પેઢાના રોગ, ગળાનું કેન્સર, પેટનું કેન્સર તેમજ શરીરના અન્ય ભાગોમાં કેન્સરનું કારણ બની શકે છે.
પેઢાનો રોગ શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે. માઉથવૉશનો ઉપયોગ કરવાથી ગળા અને પેટના કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે. ઓરલ હેલ્થની સીધી અસર પેટ અને શરીર પર પડે છે.
મોઢાની યોગ્ય સફાઈને કારણે મોઢામાં ઈન્ફેક્શન અને પેઢાના રોગનું જોખમ વધી જાય છે, જેમ કે પેઢામાં સોજાની સમસ્યા. પેઢામાં સોજો કેન્સરનું કારણ બની શકે છે.
ગમ રોગના કિસ્સામાં ચેપનું જોખમ રહેલું છે. પેટના કેન્સરને ગળાના કેન્સર સાથે જોડવામાં આવ્યું છે. પેઢાના રોગ માટે ઘણા બેક્ટેરિયા જવાબદાર છે. ફ્યૂસૉબેક્ટેરિયમ ન્યૂક્લિએટમની જેમ. જ્યારે આ બેક્ટેરિયા શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે, ત્યારે વ્યક્તિ બીમાર થવા લાગે છે.
માઉથવૉશમાં ફૂસૉબેક્ટેરિયમ ન્યૂક્લિએટમ અને સ્ટ્રેપ્ટોકૉકસ એન્જીનૉસસનું પ્રમાણ વધે છે. જેના કારણે મોઢામાં બેક્ટેરિયા વધવા લાગે છે. જેના કારણે ગાંઠ વધવા લાગે છે. અને ભવિષ્યમાં તે કેન્સરનું રૂપ ધારણ કરે છે.