How To Lose Weight: પેટની ચરબી ઝડપથી ઘટાડે છે આ પાંચ વસ્તુ, વજન ઘટાડવામાં ખૂબ જ છે કારગર
આજની ભાગદોડ ભરી જિંદગીમાં લોકો મેદસ્વીતાનો ભોગ બને છે. દર દસમાંથી સાત લોકો પેટની ચરબી અને ફુલેલા પેટની સમસ્યાથી પીડિત છે. તેને ઉતારવા માટેના ઘરેલુ સરળ નુસખા છે. જે ખૂબ જ કારગર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોજ સવારે અજમાના પાણુનું સેવન કરો તેનાથી વધતું વજન નિયંત્રણમાં આવશે અને ખાસ કરીને પેટ પરથી ચરબી ઉતરશે. ટોક્સિન બહાર નીકળશે.
વરિયાળીનું પાણી પણ ફુલેલા પેટની સમસ્યામાં કારગર છે. તેનાથી મોટાબિઝમ બૂસ્ટ થાય છે.ખાલી પેટ સવારે તેનું સેવન કરવાથી રિઝલ્ટ મળે છે.
લીંબુના રસમાં બે ટીપાં મધ ઉમેરીને પીવાથી પણ ફાયદો થાય છે. વજન ઓછું કરવા માટે વરિયાળીનું પાણીનું ખાલી પેટ સેવન કરો. વરિયાળીની ચા પણ આ સમસ્યામાં બેસ્ટ છે.
જીરાનું પાણી પણ પેટની ચરબી ઉતારવામાં ઉત્તમ છે. રાતે એક એક ગ્લાસ પાણીમાં બે ચમચી જીરૂ પલાળી દો, સવારે ખાલી પેટે તેનું સેવન કરો. જો રાત્રે જીરી પલાળતા ભૂલી જાવ તો એક ગ્લાસ પાણીમાં બે ચમચી જીરૂ ઉમેરીને તેન ગરમ કરો અને ઠંડુ પડ્યાં બાદ તેનું ખાલી પેટ સેવન કરો.