Health: પ્રેગનન્સી દરમિયાન એન્ટી સીઝર દવા લેવાથી બાળકોને થાય છે નુકસાન ? રિસર્ચમાં ખુલાસો
Health: અમેરિકન વૈજ્ઞાનિકોની એક ટીમે એન્ટી સીઝર દવાઓ લેમૉટ્રીજીન અને લેવેટીરાસીટમને ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગ માટે સલામત તરીકે માન્યતા આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએપીલેપ્સી દરમિયાન શરીરમાં જકડાઈ જવું, ધ્રૂજવું, બેભાન થવું, બોલવામાં તકલીફ અને અનૈચ્છિક પેશાબ થાય છે જો કે, દવાઓનો ઉપયોગ મોટાભાગની સ્ત્રીઓને સામાન્ય જીવન જીવવામાં મદદ કરે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં, તેઓ ગર્ભને નુકસાન પહોંચાડી શકે છે.
સ્ટેનફૉર્ડ યૂનિવર્સિટીના સંશોધકોએ ગર્ભાવસ્થા દરમિયાન એપિલેપ્સી માટે એક કે બે દવાઓ -એન્ટી સીઝર દવાઓ લેનારી મહિલાઓના બાળકો પર સંશોધન કર્યું હતું.
JAMA ન્યૂરોલૉજીમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, લેમૉટ્રીજિન અને લેવેટીરાસીટમ એ વેલપ્રૉએટ જેવી જૂની એન્ટિસેઝર દવાઓના સલામત વિકલ્પો છે. જે બાળકોમાં ઓટીઝમ અને નીચા IQનું જોખમ વધારવા તેમજ અન્ય જ્ઞાનાત્મક ક્ષમતાઓને નુકસાન પહોંચાડવા માટે જાણીતા છે.
અમેરિકન વૈજ્ઞાનિકોની એક ટીમે શોધી કાઢ્યું છે કે છ વર્ષના બાળકોમાં બોલવાની ક્ષમતા સામાન્ય હતી જેમની માતાએ ગર્ભાવસ્થા દરમિયાન એક અથવા બંને એન્ટી સીઝર દવાઓ લીધી હતી.
ન્યૂરોલોજી અને ન્યૂરોલોજીકલ સાયન્સના પ્રૉફેસર અને મુખ્ય લેખક કિમફોર્ડ મીડોરે જણાવ્યું હતું કે લેમૉટ્રીજીન અને લેવેટીરાસીટમના પરિણામો ખૂબ સારા દેખાય છે.
મેડોરે જણાવ્યું હતું કે, આ દવાઓ લીધા પછી એપીલેપ્સી ધરાવતી સ્ત્રીઓના બાળકો અને તંદુરસ્ત સ્ત્રીઓના બાળકોના પરિણામોમાં કોઈ ફરક જોવા મળ્યો નથી, જે ખૂબ જ પ્રોત્સાહક છે, ગર્ભાવસ્થા દરમિયાન હુમલાને શક્ય તેટલું અટકાવવું મહત્વપૂર્ણ છે, કારણ કે આ હુમલાથી નુકસાન થઈ શકે છે માતા અને ગર્ભ બંને માટે.
એપીલેપ્સીથી પીડિત મહિલાઓની ન્યૂરોલૉજીસ્ટ અને ઓબ્સ્ટેટ્રિશિયનોની દેખરેખ હેઠળ કાળજી લેવામાં આવે છે. કારણ કે, તેઓ સગર્ભાવસ્થા દરમિયાન રોગોનું સંચાલન કરવામાં નિષ્ણાત છે. મીડોરે જણાવ્યું હતું કે યોગ્ય કાળજી સાથે, વાઈથી પીડિત 90 ટકાથી વધુ મહિલાઓની ગર્ભાવસ્થા સામાન્ય હશે અને તેમના બાળકો પણ સામાન્ય હશે.