શું દિવસમાં બે વખત ભાત ખાવાથી વધી શકે છે વજન? જાણો એક દિવસમાં કેટલા ખાવા જોઇએ રાઇસ?
દિવસમાં એક કરતા વધુ વાર ભાત ખાવા એ સ્વસ્થ આહારનો ભાગ બની શકે છે, પરંતુ તે તમે કેટલા ચોખાનો ઉપયોગ કરો છો, ચોખાનો પ્રકાર અને તમે ચોખા સાથે કઈ વસ્તુઓનું સેવન કરો છો તેના પર આધાર રાખે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવજન ઘટાડવા માટે દિવસમાં 1 થી 2 વખત ચોખા ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે ચોખામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. પરંતુ જો આના કરતા વધુ વખત ભાત ખાવામાં આવે તો તે તમારા શરીરમાં વધારાની કેલરી વધારશે. રોટલીને બદલે તમે દિવસમાં 1 થી 2 વખત એક વાટકી ભાત ખાઈ શકો છો.
ચોખામાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, આ સિવાય જો આપણે સફેદ ચોખાને બદલે બ્રાઉન રાઈસ કે રેડ રાઇસ ખાઈએ તો તેમાં ફાઈબર, વિટામિન બી, મેગ્નેશિયમ અને આયર્ન જેવા મિનરલ્સ પણ હોય છે. ગ્લૂટેન ઇન્ટોલરન્સ લોકો માટે બ્રાઉન રાઇસ અથવા રેડ રાઇસ ખાવાથી ફાયદો થઈ શકે છે.
જો આપણે દહીં જેવા પ્રોબાયોટિકની થોડી માત્રા સાથે ભાત ખાઈએ તો તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તેને શાકભાજી અને પ્રોટીન જેવી ખાદ્ય વસ્તુઓ સાથે પણ ખાઈ શકાય છે. આ ઉપરાંત, તમે તમારા આહારમાં ભાતનો સમાવેશ કરવા માટે ક્યારેક-ક્યારેક ઈડલી, ડોસા અથવા બિરયાની જેવી વાનગીઓ પણ અજમાવી શકો છો.
હવે પ્રશ્ન એ આવે છે કે આપણે નિયમિત આહારમાં કયા ચોખાનું સેવન કરવું જોઈએ? તમે સફેદ ચોખાનું સેવન પણ કરી શકો છો પરંતુ તેનો સ્ટાર્ચ કાઢીને ઓછી માત્રામાં ખાઈ શકો છો. આ સિવાય બ્રાઉન રાઈસ અથવા રેડ રાઈસમાં પોષક તત્વો અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકે છે અને એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.