હાર્ટ અટેકના દર્દીઓ માટે વધુ ઠંડી અને વધુ ગરમી કેમ હોય છે ખતરનાક?
વધુ પડતી ઠંડી અને વધુ પડતી ગરમી હાર્ટ અટેકના દર્દીઓ માટે ખૂબ જ ખતરનાક બની શકે છે. આ એટલા માટે છે કારણ કે આ હવામાનમાં ફેરફારો હાર્ટ પર વધુ દબાણ લાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે દર્દીઓને હાર્ટ અટેક આવ્યો હોય તેમની તબિયત ખૂબ જ નાજુક બની જાય છે. આવી સ્થિતિમાં હવામાનમાં ફેરફાર ખાસ કરીને તીવ્ર ઠંડી અને ભારે ગરમી તેમના માટે જોખમી છે.
ઠંડા વાતાવરણમાં આપણી રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે. તેનાથી લોહીનો પ્રવાહ ઓછો થાય છે અને હૃદયને વધુ મહેનત કરવી પડે છે.
બ્લડ પ્રેશરમાં વધારો: ઠંડીમાં બ્લડ પ્રેશર વધી શકે છે, જે હૃદય પર વધુ દબાણ કરે છે અને હાર્ટ અટેકનું જોખમ વધારે છે.
આકરી ગરમીમાં અતિશય પરસેવો થાય છે, જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે. ડીહાઈડ્રેશનને કારણે લોહી જાડું થઈ જાય છે અને હૃદયને પમ્પ કરવામાં તકલીફ પડે છે.
હાઈ બ્લડ પ્રેશર: ઉનાળામાં પણ બ્લડ પ્રેશર વધી શકે છે, જે હૃદય પર દબાણ બનાવે છે અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે.ઉનાળાની ઋતુમાં શરીરનું તાપમાન વધે છે જેના કારણે હૃદયને વધુ મહેનત કરવી પડે છે.