Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Improve Hemoglobin: હિમોગ્લોબિન વધારવાનો આસાન ઉપાય,ડાયટમાં આ ફૂડને કરો સામેલ
Iron For Health: આયર્નની ઉણપ ઓછી હિમોગ્લોબિન તરફ દોરી જાય છે. તેનાથી શરીરમાં લોહી ઓછું થઇ જાય છે અને રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે. હિમોગ્લોબિન વધારવા આ ફૂડનું સેવન કરવાની ડોક્ટર પણ સલાહ આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશરીરમાં આયર્નની ઉણપને કારણે લોહીની કમી થવા લાગે છે અને હિમોગ્લોબિન ઘટી જાય છે. આયર્ન ઓછું થવાને કારણે શરીરમાં રેડ સેલ્સ એટલે કે આરબીસી ઘટવા લાગે છે. આયર્નમાં હિમોગ્લોબિન હોય છે, જે લાલ રક્તકણોને વધારે છે. હિમોગ્લોબિન વધારવા આ કુદરતી ફૂડ ખાઓ.
હિમોગ્લોબિન વધારવા માટે દરરોજ બીટરૂટ ખાવું જોઈએ. બીટરૂટમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તેનાથી આયર્નની ઉણપ દૂર થાય છે.
આયર્નની ઉણપને દૂર કરવા માટે બદામ ચોક્કસ ખાઓ. ખાસ કરીને તેમાં પલાળેલી કિસમિસ ખાવાથી આયર્નની ઉણપને દૂર કરી શકાય છે. તેનાથી હિમોગ્લોબિન વધે છે.
જામફળ એક એવું ફળ છે જે વિટામિન સી અને આયર્નથી ભરપૂર છે. સિઝનમાં તમારે જામફળ અવશ્ય ખાવું જોઈએ. તેનાથી હિમોગ્લોબિન વધે છે.
આયર્નની ઉણપને દૂર કરવા અને હિમોગ્લોબિન વધારવા માટે તમારે દરરોજ દાડમ ખાવું જોઈએ. દાડમ ખાવાથી લોહી બને છે અને એનિમિયાની સમસ્યા દૂર થાય છે.
ઈંડામાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. રોજ ઈંડા ખાવાથી વિટામિન ડી અને આયર્નની ઉણપ દૂર થાય છે. જેના કારણે ધીરે ધીરે હિમોગ્લોબિન પણ વધે છે.
જો હિમોગ્લોબિન ઓછું હોય તો પાલકને ડાયટમાં ચોક્કસ સમાવેશ કરો. પાલકમાં આયર્નની સાથે સાથે કેલ્શિયમ, સોડિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં હોય છે.