Peanut Butter and Jam Sandwich Recipe: નાસ્તામાં ટ્રાય કરો પીનટ બટર અને જામ સેન્ડવિચ, નોંધી લો રેસિપી
image પીનટ બટર અને જામ સેન્ડવિચ એ એક ઉત્તમ રેસીપી છે જે તમે ફટાફટ બનાવી શકો છો. આ એક નો-કુક રેસીપી છે જે બાળકો પણ પોતાની જાતે બનાવી શકે છે. આ સેન્ડવીચનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમે સવારના નાસ્તા માટે આ રેસીપી બનાવી શકો છો અથવા સેન્ડવીચ બનાવી શકો છો અને તેને રોડ ટ્રિપ અથવા પિકનિક પર લઈ શકો છો. આ સેન્ડવીચ PB&J તરીકે પણ ઓળખાય છે,
આ સ્વાદિષ્ટ વાનગી બાળકો માટે ચોક્કસ ટ્રાય કરી શકો છે. તમે આ સેન્ડવિચ જેવી છે તે રીતે ખાઈ શકો છો અથવા બ્રેડના ટુકડાને ગ્રીલ કરીને તેને ક્રિસ્પી અને ક્રન્ચી બનાવી શકો છો.
બ્રેડના ટુકડાને પ્લેટમાં મૂકો. એક સ્લાઈસ પર જામ અને બીજી સ્લાઈસ પર પીનટ બટર ફેલાવો. બે સ્લાઈસને એકસાથે ક્લબ કરો, તેને અડધા ભાગમાં કાપીને સર્વ કરો.
પીનટ બટર સેન્ડવીચ પર તમે ક્રશ કરેલા ડ્રાયફ્રૂટ્સ નાખશો તો પણ તેનો સ્વાદ બમણો થઈ જશે.