Hypothyroidism: વાળ ખરવાની સાથે જો આ સમસ્યા સતાવે છે તો હાઇપોથારાયડિજ્મની હોઇ શકે છે બીમારી, જાણો લક્ષણો
આજની જીવનશૈલીમાં શરીરને અનેક રોગો સામે લડવું પડે છે. તેનું સીધું કારણ શરીરમાં એક અથવા બીજા વિટામિનની ઉણપ છે. આવી જ એક સમસ્યા એ છે કે શરીરની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતા પ્રમાણમાં થાઇરોઇડ હોર્મોન ઉત્પન્ન કરવામાં સક્ષમ ન થવું. જેના કારણે અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો જાણો અહીં કેટલીક મહત્વની બાબતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાઇપોથાઇરોડિઝમ શું છે- ગળાના નીચેના સ્તરે એક ગ્રંથિ છે જેનું કામ કેટલાક હોર્મોન્સ ઉત્પન્ન કરવાનું છે જે આપણા ચયાપચયને નિયંત્રિત કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે આ ગ્રંથિ થાઇરોઇડ હોર્મોન્સને પૂરતી માત્રામાં છોડવામાં સક્ષમ નથી, ત્યારે તેની અસર શરીરના તમામ કાર્યો પર જોવા મળે છે. આ હોર્મોનલ સમસ્યાને હાઇપોથાઇરોડિઝમ કહેવામાં આવે છે, જેના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ચાલો જાણીએ તેનાથી સંબંધિત કેટલાક લક્ષણો વિશે.
હાઇપોથાઇરોડિઝમના લક્ષણો- વાળ ખરવા કે પાતળા થતાં જવા, આ બીમારીમાં કોલેસ્ટ્રોલ પણ વધે છે, અવાજ પણ પ્રભાવિત થાય છે.
હાઇપોથાઇરોડિઝમની બીમારીમાં વજન પણ અચાનક ઘટવા લાગે છે. ચહેરા પર સોજો આવી જાય છે. કેટલાક કેસમાં સ્નાયુઓમાં ખેંચાણ થાય છે.
હાઇપોથાઇરોડિઝમની સમસ્યામાં હાર્ટ બીટ નોર્મલ નથી રહેતા હાર્ટ બીચ વધઘટ થતાં રહે છે. પીરિયડ્સ અનિયમિત થાય છે.
હાઇપોથાઇરોડિઝમની સમસ્યામાં તાણ અને થાકનો પણ અનુભવ થાય છે. સાંધામાં દુખાવો થાય છે. ત્વચા સંબંધિત કેટવી સમસ્યાઓ સતાવે છે.