વજન ઘટાડવાનું લક્ષ્ય છે તો દરરોજ ખાઓ પપૈયું, અઠવાડિયામાં બે કિલો વજન ઘટશે
જો કે તંદુરસ્ત રહેવા માટે ફળ ખાવાને હંમેશા મહત્વ આપવામાં આવ્યું છે, પરંતુ મોસમી અને તાજા ફળો ખૂબ જ ફાયદાકારક છે. પપૈયું એક એવું ફળ છે જેમાં કેલરી ઓછી હોવાની સાથે સાથે પુષ્કળ પોષણ પણ હોય છે. જો કોઈ વ્યક્તિ તેના વધતા વજનને નિયંત્રિત કરવા માંગે છે તો તેણે દરરોજ તેના આહારમાં પપૈયાનો સમાવેશ કરવો જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆનાથી તેના વધતા વજનને તો કંટ્રોલ થશે જ પરંતુ મેદસ્વિતા પણ ઝડપથી ઘટશે. જી હાં, પપૈયું વજન ઘટાડવા માટે એક ઉત્તમ ફળ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે પપૈયાની મદદથી વજન કેવી રીતે નિયંત્રિત કરી શકાય છે.
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે પપૈયું ખૂબ જ ઓછી કેલરી ધરાવતું ફળ છે. તેની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેના કારણે વ્યક્તિ તેને ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવે છે અને વ્યક્તિ કંઈપણ ખાવાનું ટાળે છે. કેલરી ઓછી હોવાની સાથે પપૈયામાં ઘણા વિટામિન્સ જોવા મળે છે. તેમાં વિટામિન એ, વિટામિન ઇ અને વિટામિન સી પણ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
વજન ઘટાડવાનું લક્ષ્ય રાખનારા લોકો માટે પપૈયું શ્રેષ્ઠ આહાર છે. પપૈયું એ પાણીથી ભરપૂર ફળ છે, 100 ગ્રામ પપૈયામાં 88 ટકા પાણી હોય છે અને તે માત્ર શરીરને હાઇડ્રેટ જ રાખતું નથી પરંતુ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરીને શરીરને શ્રેષ્ઠ રીતે ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે 100 ગ્રામ પપૈયામાં માત્ર 32 કેલરી હોય છે અને જો તેનું યોગ્ય સમયે સેવન કરવામાં આવે તો તે લાંબા સમય સુધી શરીરને ઉર્જા પ્રદાન કરવામાં અસરકારક છે. જો તમે દિવસ દરમિયાન વધુ કેલરીવાળો ખોરાક લો છો, તો તે ખોરાકને પપૈયાથી બદલીને તમે સરળતાથી વજન ઘટાડી શકો છો.
આ સિવાય 100 ગ્રામ પપૈયામાં 2.5 ગ્રામ ફાઈબર હોય છે જે તમારા પાચનને સ્વસ્થ રાખે છે અને મેટાબોલિઝમ સુધારે છે. પપૈયામાં પપૈન નામનું એન્ઝાઇમ હોય છે જે શરીરની પાચન તંત્રને મજબૂત બનાવે છે અને ઝડપથી ચરબી વધવા દેતું નથી. 100 ગ્રામ પપૈયામાં માત્ર 0.5 ગ્રામ ચરબી હોય છે અને તે વજન ઘટાડવા માટે ખરેખર મહાન ગણી શકાય.