Weight loss: ઉનાળામાં આ રસદાર ફળોનું અચૂક કરો સેવન, હાઇડ્રેઇટ રાખવાની સાથે વેઇટ લોસમાં કરશે મદદ
ઓઇલી અને પ્રોસેસ્ડ ફૂડ સૌથી વધુ વજન વધારે છે પરંતુ તેના સ્થાને જો આપ નેચરલ ફૂડ તરફ વળશો તો વેઇટ લોસ સહિત બીજા પણ અનેક ફાયદા થશે. એવા અનેક ફળો છે, જે આપને વેઇટ લોસમાં મદદ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસફરજન-ઘણીવાર એવું કહેવામાં આવે છે કે રોજ એક સફરજન ખાનારને ક્યારેય ડૉક્ટર પાસે નથી જવું પડતું., આ ફળમાં પોલિફીનોલ્સ મળી આવે છે જે વજનને ઘણી હદ સુધી ઘટાડવામાં મદદ કરે છે. આ માટે તમારે રોજિંદા આહારમાં સફરજનનો સમાવેશ કરવો પડશે, જો તમે ઈચ્છો તો સફરજનનો રસ પણ પી શકો છો.
કિવિ-તમે કિવી ફળ ખાધુ જ હશે, ભલે તે બહુ મોટું ન લાગે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. આ ફળમાં વિટામિન સી, વિટામિન ઈ, ફોલેટ અને ફાઈબર ભરપૂર માત્રામાં મળી આવે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે.
સંતરા-જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો અને સફળતા નથી મળી રહી તો તમારે નારંગીને ડાયટમાં અચૂક સામેલ કરવા જોઇએ. જો તમે દરરોજ આ ફળ અથવા તેના રસનું સેવન કરો છો તો તે વજન ઘટાડવામાં ઘણી મદદ કરશે. તેમજ તે એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોવાથી તે આપને ફિટ એન્ડ ફાઇન રાખશે. વિટામિન સી હોવાથી આપની સ્કિન માટે પણ હિતકારી છે.
પૈપયું-પપૈયું વજન ઘટાડવામાં પણ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે કારણ કે તેનું પોષણ મૂલ્ય ઘણું વધારે છે. તેમાં ગૈલિક એસિડ હોય છે જે સ્થૂળતાનો દુશ્મન છે. સામાન્ય રીતે તેને કાપીને ખાવામાં આવે છે, પરંતુ જો તમે ઈચ્છો તો તેના પલ્પ સાથે જ્યુસ તરીકે પી શકો છો. પપૈયું પાચન માટે પણ સારું છે.
પાઇનેઅપ્પલ-જો ઝડપથી વેઇટ લોસ ઇચ્છો છો પાઇનેઅપ્પલનું સેવન કરો. પાઈનેપલમાં વિટામિન અને મિનરલ્સ છે અને આ બંને વસ્તુઓ મેટાબોલિઝમને વેગ આપે છે.જેથી વેઇટ લોસમાં મદદ મળે છે.