Avocado for Weight Loss: વધતા વજનથી પરેશાન છો તો આ એક ફળનું સેવન આપને વેઇટ લોસમાં કરશ મદદ
આજની ભાગદોડ ભરેલી લાઈફ અને આધુનિક જીવનશૈલીના કારણે આવી અનેક બીમારીઓ છે, જે ઝડપથી માનવ શરીરમાં ઘર કરી રહી છે. આમાં, ડાયાબિટીસ અને હાઈ બીપી અને સ્થૂળતા કેટલીક સામાન્ય સમસ્યાઓ છે, જે આસપાસના લોકોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. આના કારણોમાં ઓછી શારીરિક પ્રવૃત્તિ, આનુવંશિક સમસ્યાઓ, ઊંઘનો અભાવ, વધુ પડતો તણાવ અને બિનઆરોગ્યપ્રદ આહાર જેવી ઘણી આદતોનો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવજન ઘટાડવું એ એક પડકારજનક કાર્ય છે જેના માટે સમર્પિત વર્કઆઉટ્સ અને યોગ્ય આહાર જરૂરી છે. જો કે, કેટલાક લોકો એવા હોય છે જેઓ ડાયેટિંગને સંપૂર્ણ રીતે અનુસરી શકતા નથી. એવોકાડો તમને આમાં મદદ કરી શકે છે.
એવોકાડોના એક સર્વિંગમાં માત્ર 114 કેલરી હોય છે અને તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. અભ્યાસો દર્શાવે છે કે સંતૃપ્ત ચરબીને અસંતૃપ્ત ચરબી સાથે બદલવાથી ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો થઈ શકે છે અને પ્રકાર 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે.
એવોકાડોમાં હાજર શક્તિશાળી ગુણધર્મો એવોકાડોમાં રહેલી સારી ચરબી અને ઉચ્ચ ફાઈબર યોગ્ય વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. કારણ કે તેના ખાધા બાદ ક્રેવિગ નથી થતુ. જેના કારણે વજન નિયંત્રણમાં રહે છે.
પોષક તત્વોથી ભરપૂર એવોકાડોસ આવશ્યક ખનિજો, બાયોએક્ટિવ સંયોજનો અને C, E, K અને B-વિટામિન્સથી ભરેલા હોય છે, જે શરીરને સુધારે છે અને મેટાબોલિક સિન્ડ્રોમ જેવા ઘણા રોગોને રોકવામાં મદદ કરે છે.
એવોકાડો એક એવો ખોરાક છે, તે ડાયટિંગને સરળ બનાવીને વજનને નિયંત્રણમાં રાખે છે. તમે સલાડ, સાલસા કે સૂપમાં એવોકાડો મિક્સ કરી શકો છો.
image 7