Health: હેલ્ધી સમજીને રોજ નાસ્તામાં આ ફૂડ ખાવ છો તો સાવધાન, જાણો કેમ છે નુકસાનકારક
Health: આજના સમયમાં લોકોની જીવનશૈલી ઝડપથી બદલાવા લાગી છે અને તેની સાથે તેમની ખાવાની આદતો પણ બદલાવા લાગી છે. આવી સ્થિતિમાં, જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ આજના લોકોની જીવનશૈલીનો એક ભાગ બની ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેટ ભરવા ઉપરાંત ખોરાક આપણા શરીરને એનર્જી આપવાનું પણ કામ કરે છે. જો કે, આજકાલ, ખાવાની બદલાતી આદતોને કારણે, આપણે ઘણીવાર સ્વાદ ખાતર જંક ફૂડ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ જેવી હાનિકારક વસ્તુઓ ખાઈએ છીએ, જે જીભને ઘણો આનંદ આપે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
બ્રાઉન બ્રેડ- એવું કહેવાય છે કે, બ્રાઉન બ્રેડ મેંદો નહિ પણ ઘઊંના લોટમાંથી બને છે, પરંતુ તેમનું સત્ય એ છે કે તે મેંદામાંથી જ બને છે અને માત્ર નજીવી માત્રામાં ઘઉં હોય છે અને કેટલાક લોકો તેમાં ઘઉંને બદલે માત્ર કલર ઉમેરીને તેને ઘઉંનો રંગ આપે છે. તો બ્રાઉન બ્રેડને પણ ખાવાનું ટાળવું જોઇએ
ફ્લેવર યોગર્ટ-તેનું માર્કેટિંગ એવી રીતે કરવામાં આવે છે કે એવું લાગે છે કે તે ફળો અને ડેરીમાંથી બનેલો ખૂબ જ પૌષ્ટિક આહાર છે, પરંતુ વાસ્તવમાં તે વધારાની ખાંડ અને સ્વીટનર સાથે પ્રિઝર્વેટિવ્સથી ભરેલું દહીંનું પાત્ર છે, જે લાંબા સમય સુધી બગડતું નથી. . તેના બદલે ઘરે બનાવેલું તાજું સાદું દહીં ખાઓ.
કોર્નફ્લેક્સ, મ્યુસલી, ચોકો ફ્લેવર્ડ મિલ્ક જેવા આ તૈયાર ઉત્પાદનોમાં મોટી માત્રામાં મીઠું, ખાંડ અને પ્રિઝર્વેટીવ્સ હોય છે. જે નુકસાનકારક હોય છે. જે વેઇટ વધારવાનું પણ કામ કરે છે.
બનાના ચિપ્સ –લોકો કેળાની ચિપ્સને હેલ્ધી માને છે. જો કે, કેળાની ચિપ્સ ડીપ ફ્રાય થતી હોવાથી હેલ્ધી નથી. તેમાં એડિટિવ્સ અને પ્રિ-પ્રિઝર્વેટિવ્સ હોય છે, જે પણ નુકસાનકારક છે.
ફ્રેશ ટામેટો સોર્સ -તાજા બગીચામાંથી ટામેટાં કાઢીને ચટણી બનાવવાનો દાવો કરતી કંપનીઓનાટામેટા સોસ ખરેખર ખરાબ ટામેટા અને પ્રીઝર્વેટિંવ્સથી ભરપૂર હોય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.