Migraine:માઇગ્રેનની સમસ્યાને દૂર કરવા માટે ડાયટમાં અચૂક સામેલ કરો આ 5 ફૂડ
વધુ પડતા સ્ટ્રેસ લેવાથી હાઈ બ્લડ પ્રેશર અને માઈગ્રેનની સમસ્યા થાય છે. માઈગ્રેન હોય ત્યારે ક્યારેક માથામાં હળવો દુખાવો થાય છે તો ક્યારેક ભારે દુખાવો થાય છે. આ પીડા ક્યારેક અસહ્ય બની જાય છે. આરોગ્ય નિષ્ણાતોના મતે શરદી, માનસિક તણાવ, જ્ઞાનતંતુઓમાં તણાવ, થાક, કબજિયાત, નશો, એનિમિયા વગેરેને કારણે માઈગ્રેનની સમસ્યા થાય છે. જો તમે પણ માઈગ્રેનના દર્દી છો અને આ સમસ્યાથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો તમારા આહારમાં આ 5 વસ્તુઓને ચોક્કસ સામેલ કરો. આવો જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાઈગ્રેનની સમસ્યાને દૂર કરવા માટે તમે ડાર્ક ચોકલેટનું સેવન કરી શકો છો. તેમાં મેગ્નેશિયમ હોય છે, જે હોર્મોનલ અસંતુલનની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તેના સેવનથી સોજો પણ ઓછો થાય છે. જો તમને નિયમિત સમયાંતરે માથાનો દુખાવો થતો હોય તો ડાર્ક ચોકલેટ ચોક્કસ ખાઓ.
જો તમે માઈગ્રેનની સમસ્યાને દૂર કરવા ઈચ્છો છો તો સી ફૂડસને ડાયટમાં અવશ્ય સામેલ કરો. આ માટે અઠવાડિયામાં બે વાર ટુના, સૅલ્મોન ફિશ સહિત સીફૂડ ખાઓ. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ અને સોજા વિરોધી ગુણો જોવા મળે છે, જે માઈગ્રેનમાં મદદરૂપ સાબિત થાય છે.
માઈગ્રેનની સમસ્યાને દૂર કરવા માટે તમે આમળાના રસનું સેવન પણ કરી શકો છો. તેમાં તમામ જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે માઈગ્રેનમાં ફાયદાકારક છે. આ માટે માઈગ્રેનના દર્દીઓએ આમળા અથવા એલોવેરા જ્યુસનું સેવન કરવું જોઈએ.
કેળાનું સેવન કરવાથી શરીરમાં તરત જ ઉર્જાનો સંચાર થાય છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે. પોટેશિયમ યુક્ત ખોરાક ખાવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. મેગ્નેશિયમ સમૃદ્ધ ખોરાક ખાવાથી બ્લડ સુગર અને માઇગ્રેનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
માઈગ્રેનની સમસ્યાને દૂર કરવા માટે રોજ બદામ ખાઓ. તેનાથી મેમરી પાવર વધે છે. સાથે જ તેમાં મેગ્નેશિયમ જોવા મળે છે. તેનાથી તણાવ ઓછો થાય છે. આ માટે માઈગ્રેનના દર્દીઓને બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે.