Foods for Health : હાર્ટ અટેકથી બચવા માટે આ 7 સુપરફૂડને ડાયટમાં અચૂક કરો સામેલ, હાર્ટ કેર માટે છે ઉતમ
આપણે અન્ય તમામ અંગો કરતાં હૃદયની વધુ કાળજી લેવી પડે છે, શિયાળા હાર્ટ અટેકના કેસ વધી જાય છે. . ખાસ કરીને શિયાળામાં કેટલીક બાબતોની કાળજી લેવી જરૂરી છે. કારણ કે તેને નુકસાન થવાનું જોખમ સૌથી વધુ હોય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે પોતાને સ્વસ્થ રહેવા માટે કયા શ્રેષ્ઠ ખોરાક ખાઈ શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆખા અનાજ- વૃદ્ધાવસ્થામાં તમારે આખા અનાજ ખાવા જોઈએ. જો આપ દરરોજ આખા અનાજની ત્રણ કે તેથી વધુ હિસ્સાનું નું સેવન કરો છો, તો તમારું હૃદય રોગનું જોખમ ઘટી શકે છે. આખા અનાજ તમારા સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. તમારે ઓટ્સ બ્રાઉન રાઈસ, રાઈ, જવ સહિત રેસાયુક્ત ખોરાક લેવો જોઈએ.
કઠોળ કઠોળ એક એવી શાકભાજી છે જે પ્રોટીનથી ભરપૂર હોય છે, તેની સાથે તેમાં પોટેશિયમ અને બી વિટામિન્સ પણ હોય છે, જે બંને હૃદય માટે સારા છે. શિયાળાની ઋતુમાં તમે કઠોળને અલગ-અલગ રીતે તૈયાર કરીને તમારા ભોજનમાં સામેલ કરી શકો છો.
બીટરૂટ-બીટરૂટનું સેવન કરવું જોઈએ કારણ કે તે નાઈટ્રેટનો કુદરતી સ્ત્રોત છે જે તમારી ધમનીઓની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે, બીટરૂટનો રસ પણ એનિમિયાનું કારણ નથી. તેને સલાડ તરીકે ખાઈ શકો તો પણ હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરી શકાય છે.
ફ્લેક્સસીડ એક સુપર ફૂડ છે, તેના બીજમાં હાજર ઓમેગા 3 ફેટી એસિડ ફાઈબર અને ફાયટોસ્ટ્રોજન હૃદયને સ્વસ્થ બનાવવામાં ખૂબ મદદરૂપ છે. તમે તેને લાડુ બનાવીને પણ ખાઈ શકો છો.
દાડમ- દાડમમાં એલેજિક એસિડ નામનું વિટામિન હોય છે, જેના કારણે દાડમ એક સુપરફૂડ બની જાય છે, તે તમને સ્વસ્થ રાખવા માટે જાણીતું છે, આ ખોરાક ધમનીઓમાં ચરબીના સંચયને રોકવામાં મદદ કરે છે. દાડમના ઉપયોગથી વધેલા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ મદદ મળી શકે છે.
માછલી- વૃદ્ધાવસ્થામાં હૃદયની સંભાળ કેવી રીતે રાખવી તે ચિંતાનો વિષય છે, આવી સ્થિતિમાં તમારે ટુના અને અન્ય માછલીઓનું સેવન કરવું જોઈએ, કારણ કે તેમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. ઓમેગા 3 ફેટી એસિડ્સ બ્લડ પ્રેશર, લિપિડ્સ, ગંઠાઈ જવા અને અનિયમિત ધબકારા ઘટાડીને હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે.
હળદરઃ- વૃદ્ધાવસ્થામાં લોકો હૃદયની સાથે-સાથે ડિપ્રેશન અને અલ્ઝાઈમરથી પણ પીડાય છે, તેથી હળદરને બને તેટલો આહારમાં સામેલ કરવો જોઈએ. હળદર વાળું દૂધ પીવું ખૂબ સારું માનવામાં આવે છે.