Diet for Healthy Heart: હાર્ટ જીવનભર રહેશે હેલ્ધી, ડાયટમાં આ 5 ફૂડને કરો સામેલ
આજની બદલાતી જીવનશૈલી અને ખાણી-પીણીની આદતોને કારણે હૃદયની બીમારીઓમાં ઝડપથી વધારો થયો છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે માત્ર કસરત જ નહીં પરંતુ યોગ્ય અને પૌષ્ટિક આહારની પણ ખૂબ જ જરૂર છે. સંતુલિત આહાર આપણને અનેક રોગોથી બચાવીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમે પણ તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો, તો તમારા આહારમાં આ વસ્તુઓને અવશ્ય સામેલ કરો. તે તમારા હૃદયને સ્વસ્થ રાખે છે અને તેને ઘણી બીમારીઓથી બચાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહોલ ગ્રેઇનને ડાયટમાં કરો સામેલ-હોલ ગ્રેઇનમાં લોટ, ઓટમીલ, કોર્નમીલનો સમાવેશ થાય છે. જ્યારે રિફાઈન્ડ અનાજની પ્રોસેસ કરવામાં આવે છે જેમાં બ્રાન જોવા મળતું નથી. એ નોંધવું જોઈએ કે, આખા અનાજમાં મોટી માત્રામાં ફાઈબર જોવા મળે છે. તેમાં વિટામિન, આયર્ન અને ડાયેટરી ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમારા રોજિંદા આહારમાં આ અનાજમાંથી બનેલો લોટ અને બ્રેડનો સમાવેશ કરવાનું ધ્યાન રાખો.
માછલીનું સેવન કરો- અમેરિકન હાર્ટ એસોસિએશનના રિસર્ચ મુજબ હૃદયને સ્વસ્થ રાખવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત માછલીનું સેવન કરવું જોઈએ. માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ મોટી માત્રામાં જોવા મળે છે, જે હૃદયની બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે.
આહારમાં દહીંનો સમાવેશ કરો- દહીંમાં મોટી માત્રામાં પ્રોબાયોટીક્સ જોવા મળે છે. તે શરીરમાં સારા બેક્ટેરિયા વધારીને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ શિયાળામાં પણ તેનું સેવન કરવું જોઈએ. તે હૃદયને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદરૂપ છે.
રોજિંદા આહારમાં ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરો-ડ્રાય ફ્રૂટ્સ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં મોટી માત્રામાં વિટામિન અને મિનરલ્સ મળી આવે છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ પણ જોવા મળે છે, જે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે
સોયાનું કરો સેવન - સોયા હૃદયને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદરૂપ છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને યોગ્ય રાખવામાં મદદ કરે છે. તેની સાથે તેમાં ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ પણ મોટી માત્રામાં જોવા મળે છે. તમે તેને chunks, દૂધ અથવા ટોફુના રૂપમાં ડાયટમાં સામેલ કરી શકો છો.