Walking Benefits: મોતના જોખમને ઘટાડે છે રોજ 1 કલાકનું વોકિંગ, ફાયદા જાણી દંગ થઇ જશો
સ્વસ્થ રહેવા માટે લોકો જિમ યોગનો સહારો લે છે. તો કેટલાક માત્ર વોકિંગ કરે છે. જો આપ નિયમિત એક કલાક વોકિંગ કરો છો તો એક નહિ અનેક જીવલેણ સમસ્યાથી બચી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ ચાલવા વિશે એક સ્ટડી કરવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે રોજના 4000 ડગલાં ચાલવાથી મૃત્યુનું જોખમ કેવી રીતે ઘટાડી શકાય છે.
સમગ્ર વિશ્વમાં લગભગ 2,26,889 લોકો પર કરવામાં આવેલા 17 અલગ-અલગ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તમે જેટલું વધારે ચાલશો તેટલો જ તમારા સ્વાસ્થ્યને ફાયદો થશે. યુરોપિયન જર્નલ ઑફ પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત થયેલો અભ્યાસ સૂચવે છે કે, 500 થી 1,000 પગલાં લેવાથી હૃદય સંબંધિત રોગથી મૃત્યુનું જોખમ 15 ટકા ઘટાડી શકાય છે.
દરરોજ લગભગ 30 મિનિટ ચાલવાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. આવી સ્થિતિમાં દરરોજ ચાલવું બીપીના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો પણ ચાલવું તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશે. રોજ ચાલવાથી કેલરી બર્ન થાય છે.
ડાયાબિટીસથી પીડિત લોકો માટે ચાલવું ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ લગભગ 30 મિનિટ ચાલવાથી આ સમસ્યામાંથી રાહત મળશે.
જો તમે સાંધાના દુખાવાથી પરેશાન છો, તો તમારે દરરોજ 30 મિનિટ ચાલવું જોઈએ. આમ કરવાથી સ્નાયુઓ મજબૂત થશે અને સાંધાના દુખાવામાં રાહત મળશે.