કેળાથી પણ વધુ ફાયદાકારક છે તેના ફૂલ....જાણી લો તેના ફાયદા
કેળાનું ફૂલ કિડનીના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં નેફ્રોપ્રોટેક્ટીવ હોય છે જે કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં રહેલા ગુણોના કારણે પણ કિડની સ્ટોનની સમસ્યા દૂર થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે કેળાના ફૂલનું સેવન કરો છો તો તે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. કારણ કે તેમાં ફાઈબરનું પ્રમાણ હોય છે, જે તમને લાંબા સમય સુધી સંતુષ્ટ રાખે છે. તેનો ઉકાળો, શાક કે સૂપ બનાવીને પી શકાય છે.
કેળાના ફૂલથી હાઈ બ્લડ પ્રેશર પણ નિયંત્રિત કરી શકાય છે.કેળાના ફૂલ એન્ટી હાઈપરટેન્સિવ એજન્ટની જેમ કામ કરે છે જે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે.
પીરિયડ્સ દરમિયાન થતા દુખાવામાં તેનું સેવન કરવાથી પેટના દુખાવાને ઓછો કરે છે. કેળાનું ફૂલ પ્રોજેસ્ટેરોન હોર્મોનનું નિયમન કરીને રક્તસ્ત્રાવ દરમિયાન પીડાને ઘટાડવામાં મદદરૂપ છે. કેળાના ફૂલથી હૃદયને પણ સ્વસ્થ રાખી શકાય છે.
કેળાના ફૂલમાં કાર્ડિયો પ્રોટેક્ટિવ અસર હોય છે. આ સિવાય તે બીપીને પણ નિયંત્રણમાં રાખે છે, તેથી એકંદરે તે હૃદય માટે ફાયદાકારક છે.