Skin care tips: સ્કિનને યંગ રાખવા આ 7 આદતને રૂટીન લાઇફમાં કરો સામેલ, ત્વચા રહેશે સદાબહાર
ઉંમરની સૌથી વધુ અસર સ્કિન પર પણ થાય છે, સ્કિન ઢીલી થવા લાગે છે અને તેના કારણે કરચલી પડવા લાગે છે. આ અસરને કેટલીક માવજતથી દૂર કરી શકાય છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉંમર સાથે ત્વચાની ટાઇટનેસ જાળવવા માટે એન્ટીઑકિસડન્ટ ખોરાકનું સેવન કરો. વિટામિન-A, D, E, Omega 3 ફેટી એસિડથી ભરપૂર વસ્તુઓ તમારા આહારમાં હોવી જોઈએ. આમાં વિટામિન C સૌથી મહત્વપૂર્ણ છે. તેનાથી ત્વચામાં કોલેજનનું પ્રમાણ વધે છે અને ઢીલી ત્વચાની સમસ્યા દૂર થાય છે.
વધતી ઉંમર સાથે ત્વચા ઢીલી પડવા લાગે છે, તેથી અસરકારક ઉપાય એ છે કે, ચહેરા પર મસાજ કરવો. તેનાથી ત્વચા ટાઈટ અને હાઈડ્રેટ રહેશે. તમે ચહેરાની મસાજ માટે નારિયેળથી લઈને ઓલિવ તેલનો ઉપયોગ કરી શકો છો.
ત્વચાની ચુસ્તતા અને ચમક જાળવવા માટે સારા આહારની સાથે પૂરતી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે. તેથી રાત્રે ઓછામાં ઓછા 7-8 કલાકની ઊંઘ લેવાની આદત રાખો.
વધુ પડતો સ્ટ્રેસ લેવાથી વાળ ખરવા ઉપરાંત ત્વચા પર પણ અસર થાય છે. આ કારણે તણાવ લેવાનું પણ ટાળો. પૂરતા પ્રમાણમાં પાણી પીવો. તણાવ ઓછો કરવા માટે ધ્યાન અને યોગની મદદ લો.
અઠવાડિયામાં એકવાર આવશ્યક ત્વચા સ્ક્રબિંગ કરો. આ માટે ખાંડ અને ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી શકાય છે. સ્ક્રબિંગ પછી ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે એલોવેરા જેલનો ઉપયોગ પણ એક મહત્વપૂર્ણ સ્ટેપ છે
રાત્રે સ્કિન કેર રાત્રે સૂતા પહેલા ફેસને સારી રીતે વોશ કરી લો અને નાઇટ ક્રિમ લગાવો અથવા તો એલોવેરા જેલ અને વિટામિન ઇની ટેબલેટનું ઓઇલ લગાવો.
સ્કિનને હાઇડ્રેઇટ રાખવા માટે દિવસમાં સાતથી આઠ ગ્લાસ પાણી પીવું જરૂરી છે. જેનાથી સ્કિનનું મોશ્ચર બની રહે છે.