આમળાના જ્યૂસને બનાવો ડાયટનો ભાગ..તમને મળશે આ બેમિસાલ ફાયદા
આમળાનો રસ પીવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. તેમાં મોટી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે શરીરને ફ્રી રેડિકલથી બચાવે છે. આ જ્યુસ પીવાથી કોલેસ્ટ્રોલ પણ ઓછું કરી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમળામાં ફાઈબરનું પ્રમાણ પણ વધુ હોય છે. તે પેટ સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. પાચનમાં સુધારો કરે છે. કબજિયાત અને ગેસથી છુટકારો મળે છે.
આમળામાં ઠંડકની અસર હોય છે. ઉનાળામાં તેનો રસ પીવાથી પેટની બળતરા શાંત થાય છે. શરીર પણ ઠંડુ રહે છે.
આમળામાં વિટામિન A મળી આવે છે. આ કારણે તે આંખો માટે પણ ફાયદાકારક છે. તેનો રસ પીવાથી આંખોની રોશની વધે છે.
આમળાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે જે શુગર લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે.
આમળાનો રસ પીવાથી ત્વચા અને વાળ સ્વસ્થ રહે છે.વાળને મજબૂતી મળે છે. વાળ કાળા થઈ જાય છે. સ્કેલ્પમાં રક્ત પરિભ્રમણ સુધારવામાં મદદ કરે છે, જે વાળને મજબૂત બનાવે છે.