Nails Story: નખ પર દેખાઇ આવા નિશાન તો બની શકે છે ખતરનાક, ડૉક્ટરો કહે છે આને કેન્સરના સંકેત
Nails Story: ડૉક્ટરોની પાસે જતી વખતે તમે અનુભવ કર્યો છે કે, ઘણીવાર ડૉક્ટરો નખ જુઓ છે, દર્દીઓને એ વસ્તુની ખબર નથી પડતી કે છેવટે ડૉક્ટરો નખ કેમ જુએ છે. જાણો નખમાં કઇ નિશાની બિમારીનું કારણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનખ પર સફેદ નિશાન કે ફોલ્લીઓ થવી સામાન્ય બાબત છે. નિષ્ણાતોના મતે, આના ઘણા કારણો હોઈ શકે છે. પ્રૉટીન, કેલ્શિયમ, ઝીંક, વિટામિન એ, આયર્ન, મેગ્નેશિયમ, સૉડિયમ અને કૉપર જેવા પોષક તત્વોની ઉણપ છે.
ડૉક્ટર્સ અનુસાર, નખ પરના દરેક નિશાનને નજરઅંદાજ ના કરવો જોઈએ. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, અમેરિકન સ્થિત ડૉક્ટર લિન્ડસે ઝુબ્રિટ્સકીએ કહ્યું કે જો તમને તમારા નખની નીચે ડાર્ક વર્ટિકલ લાઇન દેખાય છે, તો તમારે ચોક્કસપણે તેની તપાસ કરાવવી જોઈએ. તેમના મતે આ દુર્લભ પ્રકારના ત્વચા કેન્સર, સબંગ્યૂઅલ મેલેનોમાનું સંકેત હોઈ શકે છે.
ડૉક્ટર લિન્ડસેએ જણાવ્યું કે આ સ્કિન કેન્સરનું ખૂબ જ ગંભીર સ્વરૂપ હોઈ શકે છે. તેમણે કહ્યું કે જો કોઈને આ મળી જાય છે, તો તેના બચવાની શક્યતા કયા તબક્કે તેની શોધ થાય છે તેના પર નિર્ભર રહેશે.
નિષ્ણાતોના મતે, આ ચામડીનું કેન્સર મોટા ભાગના અંગૂઠા પર થાય છે, પરંતુ કેટલીકવાર તે કોઈપણ આંગળી અથવા અંગૂઠા પર પણ જોઈ શકાય છે. તે કાળો અથવા ભૂરો દેખાય છે. એવું માનવામાં આવે છે કે સૂર્યના વધુ પડતા સંપર્કને કારણે આવું થાય છે.
વેરીવેલ હેલ્થના રિપોર્ટ અનુસાર, સામાન્ય રીતે લોકો તેને ફંગલ ઇન્ફેક્શન માની લે છે, પરંતુ નખ પરની આ ભૂરા કે કાળી પટ્ટીઓ જીવલેણ સાબિત થઈ શકે છે. જો કે, તમામ શ્યામ છટાઓ ત્વચા કેન્સર નથી. પરંતુ જો તે નરમ દેખાય અને લાઈન હલકી હોય તો તેની તપાસ કરવી જોઈએ.