Diabetes Control:ડાયાબિટિસને નિયંત્રિત રાખવા માટે ડાયટમાં આ 5 ફૂડને અવશ્ય સામેલ કરો
Diabetes Control: ડાયાબિટીસનો રોગ જીવનભર માણસ સાથે રહે છે. આ સ્થિતિમાં, આપણું શરીર કાં તો પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા ઉત્પાદિત ઇન્સ્યુલિનને પ્રતિસાદ આપવામાં અસમર્થ છે. આ અંગે મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, સાકેત, નવી દિલ્હીના ડાયાબિટીસ એજ્યુકેટર ડૉ. મંજુ પાંડા કહે છે કે ડાયાબિટીસના દર્દીઓએ નિયમિત સમયાંતરે ખાવાનું ચાલુ રાખવું જોઈએ જેથી બ્લડ સુગરમાં અચાનક ઘટાડો ન થાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોઈપણ સ્થાનિક અથવા મોસમી ફળ કે જેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય અને ગ્લાયકેમિક ઈન્ડેક્સ ઓછું હોય તે તમારા બ્લડ સુગરમાં વધઘટને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
આપ બદામ, કોળાના બીજ, કાજુ, તલ, ફ્લેક્સસીડ અને અખરોટને એકસાથે ભેળવીને હોમમેઇડ નટ-ટ્રેલ તૈયાર કરી શકો છો અને તમે આ ખાઈ શકો છો. ધ્યાનમાં રાખો કે તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.
શાકભાજી અથવા ફળોના રસમાં ફાઇબરનું પ્રમાણ ઓછું થઈ જાય છે, તેથી તેને આખા જ ખાવાની સલાહ આપવામાં આવે છે. જો કે ઘરનું તાજુ બનાવેલ જ્યુસ પી શકાય છે. આપ કોબી અને પાલકના પાનનું જ્યુસ પણ પી શકો છો
ગાજરને છોલીને સાફ કરો અને તેને કાપીને હ્યુમસમાં ડીપ કરી શકો છો. જે ઓછા કાર્બ નાસ્તાનો ઉત્તમ વિકલ્પ છે. જો તમને ગાજર પસંદ નથી, તો તમે તેના બદલે કાકડીનો ઉપયોગ કરી શકો છો
શાકભાજી અથવા ફળોના રસમાં ફાઇબરનું પ્રમાણ ઓછું થઈ જાય છે, તેથી તેને આખા જ ખાવાની સલાહ આપવામાં આવે છે. જો કે ઘરનું તાજુ બનાવેલ જ્યુસ પી શકાય છે. આપ કોબી અને પાલકના પાનનું જ્યુસ પણ પી શકો છો
સમારેલા ટામેટાં, સમારેલી કોથમીર, લીંબુનો રસ અને કાળા મરી જેવી દરેક વસ્તુને મિક્સ કરીને આ ટામેટાંનું સલાડ તૈયાર કરી શકો છો.આ સલાડને ડાયટમાં સામેલ કરો.