Mango Shrikhand Recipe: શું તમને પણ ભાવે છે મેંગો શ્રીખંડ? બનવામાં સરળ અને સ્વાદમાં છે બેસ્ટ
કેરી ઉનાળાનું ફળ છે. તેને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે. તમને કેરીના શ્રીખંડની રેસીપી ગમશે જે અમે તમને અહી જણાવી રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેંગો શ્રીખંડને બનાવવા માટે પાકી કેરીની પ્યુરી, દહીં અને ઘણાં બધાં ડ્રાયફ્રૂટ્સ જોઈશે. આ રેસિપી ખૂબ જ સરળ અને ઝડપી બની જાય છે.
મેંગો શ્રીખંડને બનાવવા માટે સૌપ્રથમ દળેલી ખાંડને એક બાઉલમાં ચાળી લો. ત્યારબાદ ડ્રાયફ્રુટ્સને ઝીણા ઝીણા સમારી લો. પછી પાકી કેરીને છોલીને તેના ટુકડા કરી લો. હવે ફૂડ પ્રોસેસરમાં કેરીના ટુકડા ઉમેરો અને જ્યાં સુધી તમને સ્મૂધ પેસ્ટ ન મળે ત્યાં સુધી તેને બ્લેન્ડ કરો.
હવે ગ્રાઇન્ડરમાં લીલી ઈલાયચી પીસી તેનો પાઉડર બનાવી લો. ત્યારબાદ એક બાઉલમાં દહી લો તેમાં ઈલાયચીનો પાઉડર, દળેલી ખાંડ, સમારેલા ડ્રાયફ્રૂટ્સ અડધા જ નાખો. હવે તેમાં કેરીનો પલ્પ નાખી બધુ બરાબર મિક્સ કરી લો.
તમે બધી વસ્તુઓને સારી રીતે મિક્ષ કરવા માટે બ્લેન્ડરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ બાઉલને લગભગ 45 થી 55 મિનિટ માટે ફ્રીજમાં રાખો
ત્યાર બાદ તેને સર્વિંગ બાઉલમાં કાઢીને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીને સર્વ કરો.