Health: ફળ જ નહિ પરંતુ તેની છાલ પાન પણ ઔષધ સમાન, આ રોગોમાં છે રામબાણ ઇલાજ
આયુર્વેદમાં વૃક્ષો અને છોડનું ઘણું મહત્વ છે. જે રોગોની દવાનું કામ કરે છે. આવી જ એક દવા છે કસ્ટર્ડ એપલનો (સીતાફળ)છોડ, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે. જેના ઉપયોગથી શરીરની અનેક ગંભીર બીમારીઓ દૂર કરી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીતાફળનું વૃક્ષ ખૂબ ઉપયોગી છે. તેના ફળ, પાંદડા અને છાલ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે. જેના કારણે તે આપણને ઘણી બીમારીઓથી મુક્તિ અપાવે છે.
જિલ્લા હોસ્પિટલ બારાબંકીના ડોક્ટર અમિત વર્મા (એમડી મેડિસિન)એ જણાવ્યું કે, સીતાફળના પાંદડા, ફળ, છાલ, દાંડી દરેક વસ્તુ ઓષધ છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઘણા પોષક તત્વો છે. તેના પાનમાં પણ પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી, ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેના કારણે તે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે.
જે લોકો શરદી, તાવ અને ઉધરસથી પીડિત હોય તેઓ આ ફળનું સેવન કરે તો તેમને ઘણો ફાયદો થાય છે. આ સિવાય તેના પાનનો ઉકાળો પીવાથી શરદી અને તાવમાં ઘણી રાહત મળે છે. તેની દાંડી ચાવવાથી પણ ઘણો ફાયદો થાય છે.
જો ડાયાબિટીસથી પીડિત લોકો તેના પાનનો 2 થી 3 ગ્રામ પાવડર બનાવીને સવારે પાણી સાથે સેવન કરે તો તેમને ઘણો ફાયદો થાય છે.
હૃદયરોગના કિસ્સામાં સીતાફળના પાનનો ઉકાળો પીવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે. કારણ કે સીતાફળના પાનમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ હોય છે, તે હૃદયને સ્વસ્થ રાખે છે. તમે ફળનું સેવન પણ આટલું જ હિતકારી છે.
સીતાફળના પાનની પેસ્ટ સ્કિન માટે ઉત્તમ છે. તેને લગાવાવથી ચહેરા પરના ફોલ્લીઓ, ડાઘ-ધબ્બા દૂર થાય છે. કસ્ટર્ડ એપલના પાનની પેસ્ટ ત્વચા પર લગાવવાથી આ સમસ્યા ઘણી હદ સુધી દૂર થાય છે. આ સિવાય તેના પાનનો ઉકાળો પીવાથી પણ તમામ પ્રકારના ડાઘ અને દાગથી છુટકારો મળે છે.