Chaitra Navratri 2024:નવરાત્રિમાં સવારે મા દુ્ર્ગાને ચઢાવો આ ફુલ, મનની મુરાદ થશે પરિપૂર્ણ
આ વર્ષે ચૈત્રી નવરાત્રી 9 એપ્રિલથી શરૂ થઈ, નવરાત્રિના નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના સ્વરૂપોની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોને તેમની પસંદગી પ્રમાણે ફૂલ ચઢાવવાથી તમામ સ્વરૂપોની દેવીઓ પ્રસન્ન થાય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે નવરાત્રિના નવ દિવસની આરાધના દરમિયાન દેવી માની પસંદગી અનુસાર કયા ફૂલ ચઢાવવા જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રીને લાલ જાસુદ અને સફેદ કરેણના ફુલ ખૂબ જ પ્રિય છે, તેથી માતાની પૂજામાં આ ફૂલો ચોક્કસપણે ચઢાવો.
બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતાને મોગરાનું ફુળ ચઢાવો અથવા તો કોઇ પણ સફેદ પુષ્પ ચઢાવો.
ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે તેમની પૂજામાં કમળ અથવા શંખપુષ્પીના ફૂલ ચઢાવવાથી દેવી પ્રસન્ન થશે.
છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતાને મેરીગોલ્ડ એટલે કે ગલગોટાનું ફુલ અર્પણ કરો, માતાજી પ્રસન્ન થઇ જશે.
પાંચમા દિવસે સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવી માતાની પૂજામાં પીળા ફૂલ ચઢાવો. આ ફૂલ ચઢાવવાથી દેવી માતા પ્રસન્ન થાય છે અને સુખ-સંપત્તિના આશીર્વાદ આપે છે.
સાતમા દિવસે માતા કાલરાત્રીને વાદળી રંગનું રંગનું ફૂલ ચઢાવો.
આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. તેની પૂજામાં મોગરાનું ફૂલ ચઢાવવાથી માતાની કૃપા પરિવાર પર બની રહેશે
નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા થશે. તેની પૂજામાં ચંપા અને જાસુદના ફૂલ ચઢાવો, માતાના આશીર્વાદ હંમેશા રહેશે.