શારિરીક જ નહિ પરંતુ માનસિક હેલ્થ માટે પણ ગુણકારી છે ઓલિવ ઓઇલ, જાણો ઉપયોગથી થતાં અદભૂત ફાયદા
ફિટનેસ ફિક્ર, આહારશાસ્ત્રીઓ, સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરતા લોકો ઓલિવ તેલને આરોગ્યપ્રદ માને છે. ઓલિવ તેલ માત્ર શરીર માટે જ ફાયદાકારક નથી, પરંતુ તે માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કેવી રીતે આ ઓઇલ હેલ્ધી ગણાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓલિવ તેલ ઘણા સ્વરૂપોમાં મળી શકે છે, પરંતુ કોલ્ડ પ્રેસ્ડ એક્સ્ટ્રા વર્જિન તેલ પસંદ કરો. તેમાં સૌથી મહત્વપૂર્ણ પોલિફીનોલ્સ મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
ઓલિવ ઓઈલ ત્વચાની સંભાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ ક્લીન્સર અને મોઈશ્ચરાઈઝર તરીકે થાય છે. તે ત્વચાને સૂર્યના નુકસાનથી બચાવે છે, ચહેરા પર ચમક લાવે છે અને વૃદ્ધત્વને અટકાવે છે
ઓલિવ ઓઈલમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન ઈ ફ્રી રેડિકલ ડેમેજ સામે રક્ષણ આપે છે.ઓલિવ ઓઈલમાં હાજર ફેટી એસિડ્સ લીવરને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી બચાવે છે.
ઓલિવ ઓઈલનો ઉપયોગ વાળની સંભાળમાં પણ થાય છે. આ એન્ટી-ઓક્સિડન્ટ્સના પાવરહાઉસ છે, જે સ્કેલ્પ માટે ખૂબ જ ફાયદાકારક છે અને ડેન્ડ્રફને દૂર કરવામાં મદદ કરે છે. આ મોનોસેચ્યુરેટેડ ફેટથી ભરપૂર હોય છે, જેના કારણે વાળને મોઈશ્ચરાઈઝ મળે છે અને હેર સોફ્ટ બને છે.
ઓલિવ તેલમાં મોજૂદ મોનો સેચ્યુરેટેડ ફેટ સોજા વિરોધી ગુણધર્મોને લીધે, તે શરીરમાંથી સોજો ઉતારે છે. સૉરાયસિસને મટાડવામાં પણ મદદ કરે છે.ઓલિવ ઓઇલમાં મોજૂદ મોનોસેચ્યુરેટેડ ફેટ ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને સુધારીને બ્લડ સુગરને નિયંત્રિત કરે છે.