Health:પિત્ઝા ખાવાના શોખિન છો? તો સાવધાન, જાણો સેવન બાદ શરીર પર થતી ખતરનાક અસર
મોટાભાગના લોકો લિજ્જતથી પિત્ઝાને આરોગે છે પરંતુ શું આપ તેના નુકસાનને જાણો છે. તેના સેવનથી સ્વાસ્થ્ય પર વિપરિત અસર થાય છે. પિત્ઝાનો સ્વાદ વધારવા માટે પનીરનો ઉપયોગ વધારે માત્રામાં કરવામાં આવે છે, જેના કારણે હ્રદયની બીમારીઓ થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. આ સિવાય જો તમે સ્મૂધ વસ્તુઓ ખાવાના શોખીન છો તો તમારા પર બમણું જોખમ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેનાથી બ્લડ પ્રેશર વધે છે-તમને જણાવી દઈએ કે, જો તમે પિત્ઝા ખાવાના ખૂબ જ શોખીન છો, તો તમારે જાણવું જોઈએ કે તમે હાઈપરટેન્શનનો શિકાર બની શકો છો. જો તમે આખું પિઝા ખાઓ છો, તો તમે સોડિયમની માત્રા વધુ હોવાથી આપ હાઇ બીપીની શિકાર થઇ શકો છો.
પિઝા ખાવાથી પેટની ચરબી વધે છે-આ ખતરો પિત્ઝા ખાવાથી આવે છે, કારણ કે પિઝા માત્ર મેંદાના લોટથી જ બને છે. જેના કારણે તે ઝડપથી પચતાં નથી અને તેમાં ફાઈબર જેવા પોષક તત્વો નથી હોતા. તેનું કાર્ય માત્ર પેટની ચરબી વધારવાનું છે. જેના કારણે ભવિષ્યમાં તમને ઘણું નુકસાન થઈ શકે છે.
બ્લડ સુગર લેવલ પણ જોખમમાં છે-પિત્ઝા બ્લડ સુગર લેવલને ખૂબ જ ખરાબ રીતે ડિસ્ટર્બ કરે છે. પીત્ઝા ખાનારા લોકોનું સુગર લેવલ અચાનક વધી જાય છે અને પછી અચાનક ઘટી જાય છે જે ઘાતક સાબિત થઈ શકે છે.
એસિડિટીનું કારણ પણ બને છે પિત્ઝા- પિઝામાં મોજૂદ સોસ, ચીઝ અને લોટ એસિડિટીનું કારણ પણ બને છે અને જો તમને પહેલાથી જ એસિડિટીની સમસ્યા છે તો પિત્ઝા હાઇપર એસેડિટીની સમસ્યા સર્જી શકે છે.
સ્વાદિષ્ટ પિઝાનો સ્વાદ વધારવા માટે તેમાં મોટી માત્રામાં ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે, જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે. આવી સ્થિતિમાં પિઝાના સતત સેવનથી હૃદયની બીમારીઓનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે. આવી સ્થિતિમાં પિત્ઝાનું સેવન શક્ય તેટલું ટાળવું જ હિતાવહ છે.