Caffeine For Health: પ્રેગ્નન્ટ અને ફિડિંગ કરાવતી મહિલાએ આ કારણે ન કરવું કોફીનું સેવન, જાણો નુકસાન
ચા અને કોફીમાં જોવા મળતું કેફીન તણાવ ઘટાડે છે, આરામ આપે છે અને એક્ટિવ રાખે છે. પરંતુ ક્યારેક આ કેફીન શરીરને નુકસાન પણ કરે છે. ચાલો જાણીએ કેફીનના ફાયદા શું છે અને તેના સંભવિત નુકસાન શું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસર્વે અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતું કેફીન લેવાથી તમારું બાળક સમય પહેલા જન્મી શકે છે અથવા જન્મ પછી તરત જ મૃત્યુ પામે છે. એટલું જ નહીં બાળક મૃત જન્મે તેવી પણ શક્યતા છે.
નિષ્ણાતો કહે છે કે જે મહિલાઓ ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં દરરોજ 500 મિલિગ્રામથી વધુ કેફીન લે છે તેમને હૃદયના ધબકારા વધવા, શ્વાસની ગતિમાં વધારો અને અનિદ્રા થવાની શક્યતા વધુ હોય છે.
સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પણ વધારે પ્રમાણમાં કેફીનનું સેવન ન કરવું જોઈએ. સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે કેફીન સારું નથી. કારણ કે કેફીનનું વધુ પડતું સેવન કરવાથી દૂધનું ઉત્પાદન ઘટે છે. કેફીન દૂધમાં આયર્નનું પ્રમાણ ઘટાડે છે, જે બાળકોમાં એનિમિયાનું કારણ બને છે.
જે લોકોને અનિંદ્રાની સમસ્યા હોય અથવા ગેસ્ટ્રોની સમસ્યા હોય, તેઓએ કેફીનનું સેવન ન કરવું જોઈએ
જો કેફીન લિમિટ કરતા વધારે લેવામાં આવે તો વધુ પેશાબ આવે છે, જેના કારણે શરીરમાં પાણીની કમી થઈ શકે છે.
વધુ પડતા કેફીનનું સેવન કરવાથી ઓસ્ટીયોપોરોસીસ થઈ શકે છે.આ લોકોએ કેફીનનું સેવન ન કરવું જોઈએ.
જે લોકોને હાર્ટ પ્રોબ્લેમ હોય અથવા જેઓ હાઈ બીપીથી પીડાતા હોય તેમણે વધુ પડતું કેફીન ન લેવું જોઈએ.