Protein Deficiency: શરીરમાં પ્રોટીનની ઉણપના કારણે થઇ શકે છે આ સમસ્યા, જાણો દિવસમાં કેટલી માત્રામાં લેવું જરૂરી
હાડકાં અને સ્નાયુઓના સમારકામ અને વિકાસ માટે પ્રોટીન જરૂરી છે. પ્રોટીનની ઉણપના લક્ષણોને સમજવું ગંભીર પરિણામોને રોકવામાં ફાયદાકારક છે. અહીં તમે જાણી શકો છો કે દરરોજ કેટલું પ્રોટીન જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક રિપોર્ટ અનુસાર, બાળકોને દરરોજ લગભગ 10 ગ્રામની જરૂર પડે છે. આ ઉપરાંત, શાળાના બાળકોને દરરોજ લગભગ 19-34 ગ્રામ, કિશોરાવસ્થામાં છોકરાને દિવસમાં લગભગ 52 ગ્રામ, કિશોરાવસ્થાની છોકરીઓને દરરોજ લગભગ 46 ગ્રામ, પુખ્ત વયના પુરુષોને દરરોજ લગભગ 56 ગ્રામ, પુખ્ત સ્ત્રીઓને લગભગ 46 ગ્રામ અને ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીને દરરોજ 71 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે.
ચહેરા, ત્વચા, પેટમાં સોજો આવે છે, તે શરીરમાં પ્રોટીનની ઉણપને કારણે થઈ શકે છે. વાળ શુષ્ક,, ખરવા પણ પ્રોટીનની ઉણપને કારણે થઈ શકે છે.
જ્યારે પ્રોટીનની ઉણપ હોય છે, ત્યારે સ્નાયુઓ હાડકામાંથી પ્રોટીનને શોષી લે છે. જેના કારણે હાડકા નબળા પડી જાય છે.
માંસપેશીઓમાં પ્રોટીનની ઉણપથી સ્નાયુઓમાં દુખાવો થઈ શકે છે. જો શરીરમાં પ્રોટીન અને કેલ્શિયમની ઉણપ હોય તો નખ તૂટવા લાગે છે અને નખમાં ઈન્ફેક્શન પણ થાય છે.