Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Fruits In Rainy Season: વરસાદની સિઝનમાં આ 5 ફળનું અચૂક કરો સેવન, ગજબ થશે ફાયદા
વરસાદની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ અને પાચનતંત્ર ખૂબ જ નબળી પડી જાય છે. જો કે, તમે આહાર પર થોડું ધ્યાન આપો છો, તો તમે વરસાદમાં રોગોથી બચી શકો છો. તમારે તમારા આહારમાં આ 5 ફળોનો સમાવેશ કરવો જ જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપપૈયું- વરસાદ દરમિયાન તમારે ડાયટમાં પપૈયાનો પણ સમાવેશ કરવો જોઈએ. પપૈયામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. પપૈયું ખૂબ જ હલકું અને સરળતાથી પચી જતું સુપાચ્ય ફળ છે. તમે તેને ચોમાસામાં ખાઈ શકો છો. પપૈયામાં વિટામિન એ, વિટામિન સી અને ફાઈબર છે. પપૈયામાં પપૈન નામનું એન્ઝાઇમ હોય છે, જે પાચનમાં મદદ કરે છે.
સફરજન- જો તમે બીમારીઓથી દૂર રહેવા ઈચ્છો છો તો તમારે દરરોજ તમારા આહારમાં એક સફરજન સામેલ કરવું જોઈએ. સવારે સફરજન ખાવાથી તમને ઘણી એનર્જી મળે છે. સફરજન ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોય છે. જેના કારણે પાચનક્રિયા સારી રહે છે. વરસાદની ઋતુમાં સફરજન ખાવાથી પાચનતંત્ર યોગ્ય રહે છે.
રાસબેરી- વરસાદની મોસમમાં મોસમી ફળોમાં આલુબુખારા એટલે રાસબેરીનો પણ સમાવેશ થાય છે. રાસબેરીમાં જેને અમુક વિસ્તારમા જલદાળુ પણ કહે છે. જે વિટામિન સી, મિનરલ્સ, વિટામિન્સ અને ફાઇબરથી ભરપૂર છે. આમાં કેલરી ઘણી ઓછી હોય છે. જે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ સંતુલન જાળવવામાં મદદ મળે છે.
દાડમ- તમે કોઈપણ ઋતુમાં દાડમ ખાઈ શકો છો. દાડમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. વરસાદમાં દાડમ પુષ્કળ પ્રમાણમાં મળે છે, તેથી તમારે તેને તમારા આહારમાં સામેલ કરવું જ જોઈએ. દાડમ શરીરમાં લાલ રક્તકણો પણ વધારે છે. દાડમ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તે ચયાપચયને વધારે છે.
લીચી- વરસાદમાં લીચી પુષ્કળ પ્રમાણમાં આવે છે. તમારે લીચીને તમારા આહારનો ભાગ બનાવવો જ જોઈએ. લીચી ખાવાથી ખોરાક ઝડપથી પચી જાય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. લીચીમાં એન્ટિવાયરલ ગુણ હોય છે અને લોહીનું પરિભ્રમણ પણ સારું રહે છે. ચોમાસામાં લીચી તમારા આહારમાં આવશ્યક છે.