Skin Care:અદભૂત રિઝલ્ટ આપતું હાઇડ્રા ફેશિયલ શું છે, કરાવતા પહેલા વાત જાણવી જરૂરી
એક સમય હતો જ્યારે મહિલાઓ પોતાની સુંદરતા વધારવા માટે તમામ પ્રકારના ઘરગથ્થુ ઉપાયોનો ઉપયોગ કરતી હતી. આ ટિપ્સથી તેને ઘણો ફાયદો થતો હતો. બદલાતા સમયની સાથે ત્વચાની કાળજી લેવાની રીત પણ બદલાઈ ગઈ છે. હવે લોકો પોતાની સુંદરતા વધારવા માટે વિવિધ પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. આજકાલ હાઇડ્રા ફેશિયલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. જો કોઈ વ્યક્તિ હાઈડ્રા ફેશિયલ કરાવે છે, તો સ્કિન ગ્લો કરવા લાગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમાં ઘણા સ્ટેપ્સ છે જે મૃત ત્વચાને દૂર કરીને સ્કિનને ગ્લોઇંગ બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક આ પ્રકારનું ફેશિયલ લોકો માટે નુકસાનકારક સાબિત થાય છે. વાસ્તવમાં, ઘણા લોકોની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે, જેના કારણે હાઇડ્રા ફેશિયલ તેમને અનુકૂળ નથી આવતું.
હાઇડ્રા ફેશિયલ શું છે?-જો તમે હાઈડ્રા ફેશિયલ કરાવવાનું વિચારી રહ્યા છો, તો સૌથી પહેલા તેના વિશે જાણી લો. હાઈડ્રા ફેશિયલ મૂળભૂત રીતે ત્વચાને હાઈડ્રેટ કરવાનું કામ કરે છે. આ ફેશિયલમાં ચહેરાના મૃત કોષોને બ્યુટી ડિવાઈસની મદદથી દૂર કરવામાં આવે છે. શુષ્ક ત્વચાવાળા લોકો માટે આ ફેશિયલ ખૂબ જ ફાયદાકારક છે.
દરેક વ્યક્તિની ત્વચાનો પ્રકાર અલગ-અલગ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે હાઇડ્રા ફેશિયલ કરાવવાનું વિચારી રહ્યા છો, તો આ ફેશિયલ કરાવતા પહેલા, ત્વચાના ડૉક્ટર અથવા સારા બ્યુટિશિયનની સલાહ લો. જેથી તમે તમારી ત્વચાને સારી રીતે જાણી શકો અને . તમારી ત્વચા અનુસાર ટ્રીટમેન્ટ પસંદ કરી શકો છો
આ બાબતો ધ્યાનમાં રાખવાની છે-જો તમે હાઈડ્રા ફેશિયલ કરાવવાનું વિચારી રહ્યા છો, તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઉદાહરણ તરીકે, સીધા સૂર્યપ્રકાશથી બચવું પડશે. તેમજ સ્ક્રર્બ કરવાનુ ટાળો,રેટિનોલ આધારિત ઉત્પાદનો પછી તરત જ હાઇડ્રા ફેશિયલ ન કરાવો.
હાઇડ્રા ફેશિયલ કરાવ્યા પછી, બ્યુટિશિયને સજેસ્ટ કરેલા જ મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીનનો ઉપયોગ કરો
હાઇડ્રા ફેશિયલ કરાવ્યા પછી, તડકામાં બિલકુલ ન જવું. સૂર્યના તીવ્ર કિરણોની અસર તમારી ત્વચા પર પડી શકે છે.
જો તમે હાઈડ્રા ફેશિયલ કરાવ્યું હોય તો તેના પછી તરત જ હેવી મેકઅપ ન કરો. આ બાબત આપની સ્કિનને ખૂબ જ ભારે નુકસાન પહોંચાડી શકે છે.