Red Velvet Fudge: કોઈ ખાસ પ્રકારની કેક ખાવાની ઈચ્છા હોય તો ઘરે જ બનાવો 'રેડ વેલ્વેટ ફજ'
આ રેડ વેલ્વેટ ફજ એકવાર ખાશો તો તમને વારંવાર ખાવાનું મન થશે. આ એક સરળ રેસીપી છે જે અડધા કલાકથી ઓછા સમયમાં તૈયાર કરી શકાય છે. આ સ્વીટ રેસીપીમાં સફેદ ચોકલેટ, કન્ડેન્સ્ડ મિલ્ક અને લાલ ફૂડ કલર સહિત કેટલીક વસ્તુની જરૂર પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ રેસીપી જન્મદિવસ, વર્ષગાંઠ, પોટ લક, કીટી પાર્ટી અને ગેમ નાઈટ જેવા પ્રસંગોએ તૈયાર કરી શકાય છે. આ રસપ્રદ રેસીપી અજમાવો અને તમારા પરિવાર અને મિત્રો સાથે ટ્રાય કરો.
તમારા દિવસની શરૂઆત કે અંત કૈંક સ્વીટ સાથે કરી શકો છો અને આ ફજ રેસીપી તમને ખૂબ જ સારો અનુભવ આપશે.
ફોઇલ અથવા બટર પેપર સાથે 8x8 બેકિંગ ડીશને લાઇન કરો. એક પેનમાં 2 કપ પાણી લો અને પાણીને ઉકળવા દો. જ્યારે પાણી ઉકળી જાય ત્યારે તેની ઉપર એક ગ્લાસ બાઉલ મૂકો અને સફેદ ચોકલેટને ઓગાળી લો.
સફેદ ચોકલેટ ઓગળી જાય પછી તેને 2 ભાગોમાં વહેંચો અને એક ભાગમાં લાલ રંગ ઉમેરો. રંગ વગરની ચોકલેટને રંગીન ચોકલેટના બાઉલમાં રેડો અને તેને તમારી પસંદગીનું ટેક્સચર આપો.
આ મિશ્રણને બેકિંગ ટ્રેમાં સેટ થવા માટે રાખો. મિશ્રણ સેટ થઈ જાય એટલે તેને ફ્રિજમાં રાખો અને 2 કલાક ઠંડુ થવા દો અને સર્વ કરો.