Walking Mistakes: વોક સમયે કરશો આ 5 ભૂલો તો નહિ મળે રિઝલ્ટ, જાણો,વોકિંગના ફાયદા અને નિયમ
Walking Mistakes: નિયમિત વોકિંગ કર્યાં બાદ પણ જો આપનું વજન નથી ઉતરતું, વોકિગના ફાયદા નથી થતાં તો સૌ પ્રથમ આપને વોકિંગના નિયમો જાણવાની જરૂરી છે. કેટલીક વખત વોકિંગ દરમિયાન કરવામાં આવેલી ભૂલોના કારણે પણ રિઝલ્ટ નથી મળતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોકિંગનું અંતર ધીરે ધીરે વઘારવાથી ફાયદો થાય છે. વધુ સમય વોકિંગ કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. જેના માટે પ્રોપર ડાયટ લેવું જરૂરી છે. જો આપ પ્રોટીનમાં ડાયટને સામેલ કરશો તો એનર્જી સાથે વોક કરી શકશો અને મસલ્સ પણ બનશે.
ચાલતા પહેલા વોર્મ અપ અને કૂલ ડાઉન કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ પણ એક પ્રકારની કસરત છે, જે સ્નાયુઓને તૈયાર કરવાનું કામ કરે છે. ચાલતા પહેલા અને પછી થોડું સ્ટ્રેચિંગ કરવું જોઈએ. આનાથી સોજો અને દુખાવો ઓછો થાય છે અને શરીરમાં ફ્લેક્સિબિલિટી વધે છે.
મોટાભાગના લોકો ચાલતી વખતે અજાણતા ખોટી મુદ્રા અપનાવે છે. જેના કારણે ચાલવાનો સંપૂર્ણ લાભ મળતો નથી. ચાલતી વખતે સીધું ચાલવું જોઈએ. ખભા સીધા હોવા જોઈએ, શરીર ટટ્ટાર રાખવું જોઇએ. શરીર કમરમાં વળેલું ન હોવું જોઈએ. તમે તમારા પેટના સ્નાયુઓને ટાઇટ રહેવા જોઇએ
વર્કઆઉટ કરતી વખતે, શરીરને ક્યારેય એક ગતિમાં રાખવું જોઈએ નહીં. શરીરની અનુકૂળતા મુજબ આપ ગતિને વઘારી ઘટાડી શકો છો.તેનાથી કેલરી બર્ન થાય છે અને સ્ટેમિના વધે છે.
વોકિંગનું રિઝલ્ટ મેળવવા માટે આપે શુઝ પણ યોગ્ય હોવા જરૂરી છે. વોકિંગ અને રનિંગમાં શુઝનો મહત્વનો રોલ છે. શુઝ વધુ પડતા ફિટ કે વધુ ઢીલા પણ ન હોવા જોઇએ. શુઝ કમ્ફર્ટ હશે તો તમે કમ્ફર્ટ ફીલ કરશો અને સારી રીતે લાંબો સમય સુધી વોક કરી શકશો