Rice Water Benefits: વાળ અને સ્કિન માટે વરદાન છે રાઇસ વોટર આ રીતે કરો અપ્લાય, જાણો ફાયદા
ચોખાના પાણીનો ઉપયોગ જાપાનીઝ અને કોરિયન ત્વચાની સંભાળમાં લાંબા સમયથી કરે છે. જાણીએ હેર અને સ્કિનની નેચરલ બ્યુટીમાં રાઇસ વોટરનો કેવી રીતે ઉપયોગ કરી શકાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્કિન કેર કંપનીઓ પણ તેમના ઉત્પાદનોમાં ચોખાના પાણીનો ઉપયોગ કરી રહી છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે તે સ્કિન ટોનને સુધારવામાં મદદ કરે છે.ચોખાનું પાણી ત્વચાને નિખારવામાં મદદ કરે છે.
ચોખાના પાણીમાં સ્ટાર્ચ મળી આવે છે, જેથી તેના કારણે સ્કિન ટાઇટ બને છે. ચોખાની પાણીનો ઉપયોગ સ્કિન પર વધતી ઉંમરની અસરને પણ ઓછી કરે છે આમ તે એન્ટી એજિંગ પ્રોપ્રર્ટીનું કામ કરે છે. રાઇસ વોટર સ્કિન સ્પોટ,ડાર્ક સર્કલને દૂર કરે છે.
ત્વચા પર ચોખાના પાણીનો ઉપયોગ કરવાથી આપણા મૃત કોષો દૂર થાય છે, જેના કારણે આપણી ત્વચા ચમકદાર બને છે. ખરેખર, ત્વચા પર મૃત કોષો જમા થવાને કારણે, આપણી ત્વચા એકદમ નિસ્તેજ દેખાવા લાગે છે. તેથી, ત્વચાના મૃત કોષોને દૂર કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચોખાનું પાણી આમાં મદદ કરે છે અને ત્વચાને ગ્લોઇંગ બનાવે છે.
ચોખાના પાણીમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેથી તેનો ઉપયોગ સૂર્યના નુકસાનથી રક્ષણ પૂરું પાડે છે. તે ત્વચા પરનો સોજો , લાલાશ અને ખંજવાળ ઘટાડવામાં પણ મદદ કરે છે.
શુષ્ક, નિર્જીવ અને ક્ષતિગ્રસ્ત વાળ માટે ચોખાનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ તમારા વાળને થતા નુકસાનને ઠીક કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ ડેન્ડ્રફથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. તેથી ચોખાના પાણીનો ઉપયોગ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
ચોખાને ઓવર નાઇટ પલાળી રાખો અને બાદ તેના પાણીને ફેસ પર અપ્લાય કરો સૂકાઇ ગયા બાદ સારી રીતે સાદા પાણીથી વોશ કરી લો. હેર પર પણ કલાક અપ્લાય કરીને વોશ કરી શકાય છે.