Health Tips: જો તમારા શરીરમાં પણ દેખાય આ લક્ષણો તો ચેતીજજો, હોઈ શકે છે હાર્ટ એટેકના લક્ષણો
ખભા અથવા હાથમાં દુખાવો, છાતીમાં દુખાવો, દબાણ અથવા ભારેપણું જેવો અનુભવ થઈ શકે છે. તે અચાનક આવી શકે છે, ગંભીર હોઈ શકે છે અથવા છાતી પર દબાણ સાથે હોઈ શકે છે. પીડા સામાન્ય રીતે ડાબા હાથને અસર કરે છે, પરંતુ તે બંને હાથને અસર કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાવ, સોજો અથવા લાલાશ સાથે ખભામાં દુખાવો, હાથ વડે અથવા અન્ય વ્યક્તિ દ્વારા ખભાને હલાવવા પર ખુબ પીડ થાય છે.
હાથના દુખવાના ઘણા પ્રકાર છે. આરામ કરવાથી અને ઓટીસી પેઈન કિલર્સ દવા લેવાથી તે ઠીક થઈ જાય છે. પરંતુ જો તમને નીચેનામાંથી કોઈપણ લક્ષણો દેખાય, તો તમારા નજીકના ડોક્ટરને મળવું અથવા તબીબી સહાય લેવી મહત્વપૂર્ણ છે.
ખભા અથવા પીઠમાં તીવ્ર દુખાવો જે અચાનક શરૂ થાય છે અથવા છાતીમાં દુખાવો અથવા દબાણ સાથે છે. તમને હાર્ટ એટેક આવી શકે છે.
હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હૃદયને ઓક્સિજનથી ભરપૂર લોહીનો સપ્લાય કરતી ધમની બ્લોક થઈ જાય છે. હૃદયના સ્નાયુઓ મરવા લાગે છે અને હાર્ટ એટેકના લક્ષણો શરૂ થાય છે.