ફેસ્ટિવ સીઝનમાં વધુ મીઠાઇ ખાતા હોવ તો થઇ જાવ સાવધાન, આ બીમારીઓનો વધી રહ્યો છે ખતરો
Sugar Overload Alert : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, એક દિવસમાં 50 ગ્રામથી વધુ ખાંડ સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. આનાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે, એક રિપોર્ટ અનુસાર, સરેરાશ એક ભારતીય એક વર્ષમાં 20 કિલો સુધી સુગર ખાય છે જેનું પ્રમાણ તહેવારો દરમિયાન વધી જાય છે. સુગર ઉપરાંત ઠંડા પીણા, કૂકીઝ, બિસ્કિટ અને બ્રેડ જેવી વસ્તુઓમાં પણ જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેસ્ટિવ સીઝનમાં ખુશીઓ અને ઉજવણીની વચ્ચે ખાવા પીવાની કાળજી લેવામાં આવતી નથી. આ સીઝનમાં મીઠાઈઓ અને વાનગીઓ પુષ્કળ પ્રમાણમાં ખાવામાં આવે છે. આવા ફૂડ્સને પસંદ કરવામાં આવે છે જેમાં સુગરની માત્રા વધુ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. સુગરને મીઠુ ઝેર પણ માનવામાં આવે છે. તેમાં અનેક પ્રકારના રોગોના જોખમો છુપાયેલા છે. વધુ પડતી સુગર અનેક જીવલેણ રોગોનું કારણ બની શકે છે. એક અહેવાલ મુજબ, સરેરાશ ભારતીય એક વર્ષમાં 20 કિલો સુગરનો વપરાશ કરે છે, જેનું પ્રમાણ તહેવારો દરમિયાન વધે છે.
સુગરનું વધુ પડતું સેવન ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધારે છે. આ એક ક્રોનિક બીમારી છે જેને તેના મૂળમાંથી નાબૂદ કરી શકાતો નથી. આ રોગને ડાયટ અને દવાઓથી નિયંત્રિત કરી શકાય છે.
નિષ્ણાતોના મતે જે લોકો સુગર ફ્રી ડાયટ ફોલો કરે છે તેમના દાંત વર્ષો સુધી સુરક્ષિત રહે છે. આનો સ્પષ્ટ અર્થ છે કે વધુ પડતી સુગર ખાવાથી દાંતમાં સડો એટલે કે કેવિટીની સમસ્યા થઈ શકે છે.
વધુ પડતી ખાંડ ખાવાથી હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. જેના કારણે હૃદયને ગંભીર નુકસાન થઈ શકે છે. ખાંડ ખાવાથી બ્લોકેજ અને કોલેસ્ટ્રોલ પણ વધી શકે છે, જે હાર્ટ અટેકનું કારણ બની શકે છે.
હેલ્થ એક્સપર્ટના મતે વધુ પડતી સુગર ખાવાથી પેટની સમસ્યાઓની સાથે મેદસ્વીતા અને રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ શકે છે. આ કારણે અકાળે કરચલીઓ અને વૃદ્ધત્વના સંકેતો દેખાઈ શકે છે. એટલું જ નહીં, સ્નાયુઓ અને સાંધાઓમાં પણ દુખાવો થઈ શકે છે.વધુ પડતી સુગર પણ પાચન બગાડે છે. મીઠાઈઓ આંતરડાના બેડ બેક્ટેરિયાને ઝડપથી વધારે છે. પેટનું ફૂલવું જેવી સમસ્યા ઊભી કરે છે.