Side Effects Of Tea: શું વધુ ચા પીવાથી વધે છે વજન, જાણો હેલ્થ એક્સપર્ટ શું કહી રહ્યા છે ?
ભારતીયોને ચા ખૂબ ગમે છે. તમે તેને મોનિંગ ડ્રિક પણ કહી શકો છો. કારણ કે અહીં દિવસની શરૂઆત સારી ચાથી થાય છે. આપણામાંથી મોટાભાગના લોકો આપણા દિવસની શરૂઆત ચાથી કરે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે આખો દિવસ ચા પીતા રહે છે. કેટલાક લોકો દિવસમાં 4-5 કપ ચા પીવે છે જ્યારે કેટલાક લોકો તેનાથી પણ વધુ ચા પીવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિટનેસ પ્રેમીઓ ઘણીવાર ચા પીવાની ના પાડી દે છે. ખાસ કરીને જેઓ વજન ઘટાડવા માંગે છે તેમને ચા પીવાની સ્પષ્ટ મનાઈ છે. પરંતુ સવાલ એ થાય છે કે શું ખરેખર ચા પીવાથી વજન વધે છે?
ઓન્લી માય હેલ્થમાં છપાયેલા સમાચાર અનુસાર, આજે ન્યુટ્રિશનિસ્ટ, ડાયેટિશિયન અને સર્ટિફાઇડ ડાયાબિટીસ એજ્યુકેટર ગરિમા ગોયલ આ સમગ્ર મામલે ખુલાસો કરશે.
આપણે જે રીતે ભારતીયો ચા પીતા હોઈએ છીએ તેમાં હોય છે પુષ્કળ દૂધ અને ચા. આ સ્થિતિમાં ચા પીવાથી વજન વધે છે. શુદ્ધ ખાંડમાં કેલરીની માત્રા ઘણી વધારે હોય છે. આજકાલ બજારમાં ઘણા પ્રકારના દૂધ મળે છે. જેમ કે- ઓછી ચરબીવાળું દૂધ, ટોન્ડ મિલ્ક, પાશ્ચરાઇઝ્ડ દૂધ વગેરે.
આજકાલ આપણે જે દૂધનો ઉપયોગ કરીએ છીએ તેમાં ન્યૂનતમ પોષક તત્વો હોય છે પરંતુ તેમાં ચરબીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જો આપણે હાઈ ફેટ દૂધ લઇએ છીએ તો શરીરમાં ફેટ અને વજન બંને વધે છે. જો કોઈ વ્યક્તિ દરરોજ 2-3 કપ ચા પીશે તો તેનું વજન વધશે.