Health Tips: આપનું કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે? શરીરમાં અનુભવાતા આ લક્ષણો આપે છે સંકેત
આજની આપની અવ્યવસ્થિત જીવનશૈલી અને આહાર શૈલીના કારણે મેદસ્વીતા અને હાઇ કોલેસ્ટ્રોલ એ સમસ્યા વધી રહી છે. હાઇ કોલેસ્ટ્રોલના કારણે સતત હાર્ટ અટેકથી મૃત્યુના કેસ પણ વધી રહ્યાં છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમયાંતરે કોલેસ્ટ્રોલની તપાસ કરાવવી જોઇએ. જો હાઇ કોલેસ્ટ્રોલ હોય તો તેની નિયમિન દવા લેવી પણ જરૂરી બની જાય છે. જો કે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તો શરીર કેટલાક સંકેત પણ આપે છે. જો નીચેના કોઇ લક્ષણો દેખાય તો તરતજ સાવધાન થઇ જવું અને ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
આપને વાંરવાર કોઇ કારણ વિના જ વોમિટિંગની ફિલિંગ થતી હોય તો હાઇ કોલેસ્ટ્રોલનું આ લક્ષણ હોઇ શકે છે.
જો આપના જડબા અને ખભામાં હાથોમાં દુખાવો રહેતો હોય અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તો તે પણ હાઇ કોલેસ્ટ્રોલના સંકેત આપે છે.
આપ કોઇ શ્રમ પડે તેવું કામ નથી કરતા છતાં પણ આપની ખૂબ પરસેવા થાય છે તો તે પણ હાઇ કોલેસ્ટ્રોલના સંકેત છે.
છાતીમાં દુખાવો થવો અને આ દુખાવો હાથ અને ખભા સુધી પ્રસરી જવો પણ હાઇ કોલેસ્ટ્રોલના સંકેત આપે છે.
આપને થોડા કામ કરતા પણ વધુ થાક અનુભવાય છે તો આ પણ હાઇકોલેસ્ટ્રોલ અને હાર્ટ અટેક આવવાના સંકેત આપે છે. આવા કોઇ પણ લક્ષણો અનુભવાય તો વિના વિલંબ ડોકટરની સલાહ લેવી જોઇએ.
આપને થોડા કામ કરતા પણ વધુ થાક અનુભવાય છે તો આ પણ હાઇકોલેસ્ટ્રોલ અને હાર્ટ અટેક આવવાના સંકેત આપે છે. આવા કોઇ પણ લક્ષણો અનુભવાય તો વિના વિલંબ ડોકટરની સલાહ લેવી જોઇએ.