Soup Benefits: આ વેજિટેબલનું સ્વાદિષ્ટ સૂપ સ્વાસ્થ્ય માટે છે લાજવાબ, બનાવવાની છે સાવ સરળ રેસિપી
Soup Benefits:: દૂધી સૂપ શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે.વજન ઘટાડવાથી, તે પાચન સુધારી શકે છે.તમે તેને ઘરે જ સરળતાથી તૈયાર કરી શકો છો. આવો જાણીએ તેની રેસિપી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદૂધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વજન ઘટાડવાથી પાચનમાં સુધારો કરી શકે છે. તમે તેની અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. પરંતુ જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો દૂધીમાંથી બનાવેલ સૂપ ખાઓ. દૂધીનું સૂપ વજન ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. આ સાથે ક્રેવિંગને પણ શાંત કરી શકો છો. આપ સાંજના નાસ્તા માટે અથવા ભૂખ ઓછી કરવા માટે બોટલ ગૉર્ડ સૂપ તૈયાર કરી શકો છો. આ સૂપ તૈયાર કરવું ખૂબ જ સરળ છે. આવો જાણીએ કેવી રીતે બનાવશો આ સૂપ
દૂધીનું સૂપ આ રીતે કરો તૈયાર -આવશ્યક સામગ્રી તૈયાર કરી લો.જેના માટે દૂધી - 250 ગ્રામ,દેશી ઘી - 1/2 ચમચી,જીરું - 1/4 ચમચી,સ્વાદનુસાર નમક,મરી અને લાલ મરચું - સ્વાદ મુજબ,
બનાવવાની રીત-દૂધીનું સૂપ તૈયાર કરવા માટે, પહેલા દૂધીની છાલ ઉતારી લો.આ પછી તેને નાના-નાના ટુકડા કરી કુકરમાં 1 ગ્લાસ પાણી ઉમેરો અને 2 સીટી વાગે ત્યાં સુધી પકાવો. આ પછી જ્યારે દૂધી સારી રીતે બાફી જાય ત્યારે તેને એક બાઉલમાં કાઢી લો અને બ્લેન્ડ કરી દો બાદ ધીનો વધાર કરીને વઘારી લો, હવે તેમાં મીઠું અને કાળા મરીનો પાવડર ઉમેરીને સર્વ કરો.
દૂધીના સૂપના ફાયદા- દૂધીના સૂપ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે,પાચન સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે દૂધીનું સૂપ પી શકો છો,દૂધીનું સૂપ કબજિયાતની સમસ્યાને દૂર કરી શકે છે,દૂધીનું સૂપ આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે,દૂધીના સૂપમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે,આ સૂપ બાળકો માટે પણ આરોગ્યપ્રદ છે. આનાથી તેઓ સારી રીતે વિકાસ કરી શકે છે,વધતી ઉંમરના બાળકોને દૂધીનું સૂપ આપી શકાય છે,શરીરમાં હોર્મોન્સને સંતુલિત કરવા માટે દૂધીનું સૂપ ઉત્તમ છે.