Tea Facts: આયુર્વેદના હિસાબથી ચા પીવી કેટલી યોગ્ય ? જરૂર જાણી લો આ વાત
Tea Facts: આપણા દેશમાં ચાના પ્રેમીઓની કમી નથી, પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદ અનુસાર ચા પીવી કેટલી યોગ્ય છે? જાણો અહીં. એવા ઘણા લોકો છે જેમના દિવસની શરૂઆત સવારે ચાના કપથી થાય છે. આ ઉપરાંત ઘણા લોકો એવા છે જેઓ સવારે અને સાંજે ચા પીધા વગર રહી શકતા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવી સ્થિતિમાં, શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું આયુર્વેદ અનુસાર ચા પીવી યોગ્ય છે? જાણી લેવું જરૂરી છે.
આયુર્વેદિક ડોકટરો અનુસાર, 64% ભારતીય વસ્તી દરરોજ ચા પીવાનું પસંદ કરે છે. તેમાંથી 30% થી વધુ લોકો સાંજની ચા પીવે છે.
જો તમને પણ સાંજે ઓફિસેથી ઘરે આવ્યા પછી ચા પીવાનું પસંદ હોય તો અહીં જાણો સાંજે ચા પીવાની આદત સ્વાસ્થ્યપ્રદ છે કે નહીં?
આયુર્વેદિક ડોકટરોના જણાવ્યા અનુસાર, જો તમારે રાત્રે સારી ઊંઘ લેવી હોય, લીવરને યોગ્ય રીતે ડિટૉક્સ કરવું હોય, બળતરા ઓછી કરવી હોય અને સ્વસ્થ પાચન કરવું હોય તો તમારે સૂવાના 10 કલાક પહેલા કેફીનથી બચવું જોઈએ.
જ્યારે આયુર્વેદ ચા પીવાને ખરાબ આદત નથી માનતુ પરંતુ તમારે તમારા શરીર પ્રમાણે એટલે કે શરીરમાં થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ચા પીવી જોઈએ.