Omicron Variant in India: ઓમિક્રોનના જે પહેલા 2 કેસ ભારતમાં નોંધાયા, એ દર્દીમાં જોવા મળ્યાં આ લક્ષણો, આ સંકેત મળે તો થઇ જાવ સાવધાન
Omicron Variant in India:કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટ સમગ્ર દુનિયામાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. તાજેતરમાં ભારતમાં જે બે દર્દીમાં ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. આ દર્દીઓમાં જે લક્ષણો જોવા મળ્યાં તે અન્ય વેરિયન્ટથી અલગ જોવા મળ્યાં છે. જાણીએ આ વેરિયન્ટના લક્ષણો કેવી રીતે અન્યથી જુદા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકર્ણાટકમાં દેશમાં પહેલા 2 ઓમિક્રોન સંક્રમિત દર્દી મળ્યા બાદ શુક્રવારે સવારે સિંગાપુર અને બ્રિટેનથી તમિલનાડુ પહોંચેલા એક બાળક સહિત બે ઇન્ટરનેશનલ એર પેસેન્જરનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.
ઓમિક્રોન વેરિયન્ટના લક્ષણોની વાત કરીએ તો એક્સપર્ટનું માનવુ છે કે, આ વેરિયન્ટના લક્ષણો ડેલ્ટા જેટલા ગંભીર નથી. જેના કારણે સંક્રમિત લોકોને પણ તેનો ખ્યાલ નથી આવતો, આ ઓમિક્રોન વેરિયન્ટ સરળતાથી ફેલાઇ છે.
કર્ણાટકમાં જે બે દર્દીમાં કોરોના ઓમિક્રોનના લક્ષણો જોવા મળ્યા તેમાં હળવો માથામાં દુખાવો, થકાવટ, હળવી ખાંસી જોવા મળી હતી.
સાઉથ આફ્રિકાના ડોક્ટરના જણાવ્યાં મુજબ આ વેરિયન્ટમાં સૌથી સારી વાત એ છે કે, ઓક્સિજન લેવલ ડાઉન થતું નથી જોવા મળ્યું.
એકસપર્ટના જણાવ્યાં મુજબ ઓમિક્રોન વેરિયન્ટમાં લોસ ઓફ સ્મેલ એન્ડ ટેસ્ટની સમસ્યા પણ નથી જોવા મળતી. કેટલાક કેસમાં ખાંસીની ફરિયાદ પણ નથી જોવા મળતી.