Potato : આ લોકોએ બટાકાનું સેવન ન કરવું જોઈએ, થાય છે આ સમસ્યાઓ
દરેક ઘરમાં બટાકા ખવાય છે. બટાકાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. બટાટા સ્વસ્થ અને પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, આયર્ન, વિટામિન સી પણ હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમ છતા કેટલાક લોકો બટાકાને બિનઆરોગ્યપ્રદ માને છે. નિષ્ણાતોના મતે, આનું કારણ બટાકાને રાંધવાની રીત છે.
કેટલાક લોકોને બટેકા ખાવાનું બહુ ગમે છે. બટાકા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે. કારણ કે, તેને વધારે ખાવાથી શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
સાથે જ તે વજન પણ વધારે છે. જો તમારે શરીરનું વજન નિયંત્રણમાં રાખવું હોય તો તમારે બટાકા ખાવાનું ટાળવું જોઈએ.
ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ બટાકા ખાવાથી દૂર રહેવું જોઈએ. જે લોકો ડીપ તળેલા બટેટા ખાય છે તેમના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે.
જો તમને ગેસની ઘણીબધી સમસ્યા હોય તો બટાકાનું સેવન કરવાનુ ટાળવું જોઈએ.
અઠવાડિયામાં ચાર કે તેથી વધુ વખત શેકેલા, બાફેલા કે છૂંદેલા બટાકા ન ખાવા જોઈએ. જેના કારણે બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે.