Winter Recipes: શિયાળામાં આ 7 સ્વીટનું સેવન સ્વાસ્થ્ય માટે ગજબ ફાયદાકારક, જાણો ઠંડીમાં ખાવાથી શું થશે ફાયદો
Winter Recipes શિયાળાની ઋતુમાં ખાવાનો એક અલગ જ આનંદ હોય છે. આવી ઘણી સ્વાદિષ્ટ વસ્તુઓ છે જે આ સિઝનમાં ખાવી સ્વાસ્થ્યને લાભ થાય છે. જે ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. જો તમે મીઠાઈ ખાવાના શોખીન છો તો શિયાળામાં કેટલીક ખાસ મીઠી વાનગીઓ ટ્રાય કરી શકો છો. જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તે તમારા શરીરને અંદરથી ગરમ રાખશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિયાળામાં મગની દાળનો હલવો મોંમાં પાણી લાવે છે. ઘીથી બનેલો મગની દાળનો હલવો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, જેને શિયાળામાં એકવાર જરૂર ટ્રાય કરવો જોઈએ. આ માટે તમારે મગની દાળ, દૂધ, ખાંડ, ઘી, એલચી પાવડરની જરૂર પડશે.
ભાગ્યે જ કોઈ એવું હશે જેને ગાજરનો હલવો ન ભાવતો હોય. ખાસ કરીને શિયાળામાં લોકો તેને ખૂબ જ પ્રેમથી ખાય છે. ગાજરનો હલવો બનાવવા માટે તમારે ગાજર, દૂધ, ખાંડ અને એલચી પાવડરની જરૂર પડશે. તમે ઈચ્છો તો ગાજરના હલવામાં માવો પણ ઉમેરી શકો છો.
જો કે નાળિયેરની બરફી દરેક સિઝનમાં બનાવી શકાય છે, પરંતુ ખાસ કરીને શિયાળામાં નાળિયેર બરફી ખાવાથી શરીરને ફાયદા થાય છે. બનાવવા માટે તમારે નારિયેળ, ખાંડ, માવો અને ડ્રાય ફ્રૂટ્સ જોઇશે
પંજરી એક ખૂબ જ સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. તે ઘીમાં લોટ શેકીને બનાવવામાં આવે છે. તે ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેટલું જ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં તે તમારા શરીરને અંદરથી ગરમ રાખે છે.
ખજૂર પાક પણ શિયાળાના વસાણામાંથી એક છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ખજૂર અચૂક ખાવો જોઇએ. તેના સેવનથી આયરનની પૂર્તિ થવાની સાથે શરીર ગરમ રહે છે, ખજૂર હિમોગ્લોબિનની કમીને દૂર કરે છે
બદામનો હલવો શિયાળાની બેસ્ટ વાનગી છે, તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ખૂબ જ હેલ્ધી પણ છે. આ ખાવાથી શરીરમાં ગરમી જળવાઈ રહે છે.
આ સિવાય શિયાળામાં તલનું પણ સેવન કરવું જોઇએ. તલના લાડુ કે તલ સાંકળીનું સેવન કરવાથી ખાસ કરીને ઠંડમાં અનેક ફાયદા થાય છે. તલ પ્રોટીન, વિટામિન ડી, વિટામિન ઇ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વોથી ભરપૂર છે. તેનું સેવન કરવાથી શ્વાસ અને ફેફસા સંબંધિત રોગોમાં પણ રાહત મળે છે.