China Respiratory Illness:ચીનમાં ફેલાઇ રહેલી આ સંક્રામક બીમારી શું છે? જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાય
છેલ્લા કેટલાક દિવસોમાં ચીનમાં શ્વસન સંબંધી રોગોમાં વધારો થયો છે. 13 નવેમ્બરે અહીં પહેલો કેસ સામે આવ્યા પછી સતત ઘણા કેસ આવવા લાગ્યા. ચેપનો ઉદ્દભવ ચીનના ઉત્તર-પૂર્વીય પ્રદેશોમાં થયો હતો, જેમાં બે મુખ્ય કેન્દ્રો બેઇજિંગ અને લિયાઓનિંગ, 800 કિમીના અંતરે છે. આ ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં મોટાભાગના બાળકો છે. જો કે, બાળકો સિવાય વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ પણ તેનો શિકાર બની શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppWHO અનુસાર આ એક માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા સામાન્ય સંક્રામક બીમારી છે, જે સામાન્ય રીતે નાના બાળકોને વધુ પ્રભાવિત ર કરે છે. ચીનમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં મોટાભાગના 18 વર્ષથી ઓછી ઉંમરના છે.
આ રોગના લક્ષણો વિશે વાત કરીએ તો તાવ, ઉધરસ, બ્રોકાટાઇસ, ગળામાં ખરાશ, માથામાં દુખાવો, થકાવટ, કાનમાં દુખાવો વગેરે છે. જો આ ઉપરોક્ત કોઇ લક્ષણો અનુભવાય તો તબીબની સલાહ લેવી હિતાવહ છે.
આ બીમારીથી બચવા માટે નિયમિતપણે તમારા હાથ ધોવા,માસ્કનો યોગ્ય રીતે ઉપયોગ કરો,
ચીનની આ સંક્રામક બીમારીથી બચવા માટે ચેપગ્રસ્ત વ્યક્તિઓ સાથે ગાઢ સંપર્ક ટાળો
તમારી આસપાસ સારા વેન્ટિલેશનની ખાતરી કરો,જો તમે બીમાર હો અથવા લક્ષણો હોય તો ઘરે રહો
જો આ બીમારીના કોઇ લક્ષણ અનુભવાય તો તરત ડોક્ટરની સલાહ લો