એલોવેરા જ્યુસનો આ એક સપ્તાહનો પ્લાન અપનાવો, ગ્લોઇંગ સ્કિનની સાથે મળશે આ અદભૂત ફાયદા
ત્વચા, વાળ અને પેટ માટે એલોવેરા ખૂબ જ ગુણકારી છે. એલોવેરા લગાવવાથી ત્વતાના ડાઘ દૂર થાય છે. પિમ્પલ દૂર થાય છે. ગ્લોઇંગ સ્કિન માટે પણ એલોવેરા બેસ્ટ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએલોવેરા જ્યુસ પીવાથી પેટ સંબંધિત બીમારી દૂર થઇ જાય છે. એલોવેરાનો ઉપયોગ કરવાથી આશ્ચર્યજનક પરિણામ મળે છે, સતત સાત દિવસ સુધી એલોવેરાનું જ્યુસ પીવાથી અદભૂત રિઝલ્ટ મળે છે.
પહેલા દિવસે એલોવેરાના પ્લાન્ટનું એક પાન કાપી લો. તેના સારી રીતે ધોઇ લો. વચ્ચેથી કાપીને ચમ્મચથી હલાવો,. હવે તેમાં થોડું પાણી નાખીને જ્યુસ બનાવી લો. પહેલા દિવસે આપને આ જ્યુસ પીવાનું છે.
એલોવેરા જ્યુસ પીવાથી બીજા દિવસે જ આપની સ્કિનમાં થોડો ફરક દેખાશે. એલોવેરાનું જ્યુસ પીવાથી અનેક ફાયદા મળે છે. ત્વચાનો સોજો ઓછો થાય છે. બીજા દિવસે પેટ અને ત્વચા બંને સાફ થઇ જશે.
ત્રીજા દિવસે એલોવેરાનું જ્યુસ પીવાથી આપની સ્કિનની ટેનિંગ ઓછી થવા લાગશે,. ગરમીમાં સનબર્નના કારણે ત્વચા કાળી થઇ જાય છે. જે એલોવેરાના જ્યુસથી ક્લિન થાય છે. એલોવેરાના એન્ટીઓક્સિડન્ટ ગુણ છે. જેનાથી બર્ન સ્કિન ઠીક થઇ જાય છે.
હવે ચોથા દિવસે આપને મહેસૂસ થવા લાગશે કે, આપની સ્કિનની ડ્રાઇનેસ ખતમ થઇ રહી છે. આપની સ્કિનમાં મોશ્ચરાઇઝ થશે. આવું રિઝ્લ્ટ એટલા માટે મળે છે કે, એલોવેરાના પ્લાન્ટમાં 98 ટકા પાણી હોય છે. એલોવેરાનું જ્યુસ પીવાથી અને લગાવવાખથી સ્કિન હાઇડ્રેઇટ રહે છે.
પાંચમા દિવસે આપની આખી બોડીમાં તેની અસર જોવા મળશે. આપની સ્કિન ગ્લો કરવા લાગશે. પેટની સમસ્યા પણ દૂર થશે. વાળ પણ સોફ્ટ અને ગ્લોઇંગ બનશે.
6 દિવસમાં જ આપને એલોવેરા જ્યુસના અનેક ફાયદા જોવા મળશે. તેનાથી આપનું બ્લડ ફ્લો પણ સારૂ રહેશે અને બેક્ટેરિયા પણ દૂર થઇ જશે. પિમ્પ્લની સમસ્યા દૂર થઇ જશે.
સાતમા દિવસે એલોવેરાના જ્યુસના સેવનનું અદભૂત રિઝલ્ટ જોવા મળશે. તેને પીવાથી ત્વચા હળવી ગ્લોઇંગ, નરમ અને ક્લિન થવા લાગે છે. તો આપ નિયમિત રીતે એલોવેરાનું જ્યુસ નથી પીતા તો શરૂ કરી દો.