Benefits of Sleeping Naked: કપડાં પહેર્યા વિના સુવાથી થઇ શકે છે આ ફાયદા, જાણો શું.......
નવી દિલ્હીઃ નેક્ડ સ્લીપિંગ એટલે કે કપડાં વિના સુવાથી તમે ઘણા બધા ફાયદા થઇ શકે છે. તમને કેટલાક પ્રકારના હેલ્થ બેનિફિટ્સ પણ મળી શકે છે. આના પાછળ કોઇ સાયન્ટિફિક ડેટા નથી પરંતુ ડિફરન્સ સ્ટડીઝ બતાવે છે કે, નેક્ડ સ્લીપિંગ કેટલીય રીતે મદદગાર સાબિત થઇ શકે છે. પુરુષ અને મહિલાઓ બન્ને માટે આ ફાયદાકારક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિના કપડાંથી સુવાથી તમારી બૉડીનુ ટેમ્પરેચર જલદી નીચે આવી છે. જેનાથી મગજને સિગ્નલ મળે છે કે હવે સુવાનો સમય થઇ ગયો છે. આનાથી તમને સારી અને જલદી ઊંઘ આવે છે. બૉડી ટેમ્પરેચરની સાથે સાથે જો તમે રૂમનુ ટેમ્પરેચર પણ યોગ્ય રાખશો તો તમારી ઊંઘ ઇમ્પ્યૂવ થઇ જશે.
નેક્ડ સ્લીપિંગથી તમારી પાર્ટનર સાથે પણ ઇન્ટીમેસી વધે છે. ખરેખરમાં સ્કિનના કૉન્ટેક્ટથી ઓક્સિટૉસિન નામનુ કેમિકલ રિલીઝ થાય છે, આવામાં જ્યારે પાર્ટનર્સની સાથે સ્કિન કૉન્ટેક્ટ વધે છે તો વધુ માત્રામાં ઓક્સિટૉસિન પ્રૉડ્યૂસ થાય છે જે તમને પ્લીઝિંગ ફિલિંગ આપે છે.
મેલ ઇનફર્ટિલિટીની સમસ્યા પણ ન્યૂડ ઊંઘવાથી કેટલીક હદે ખતમ થઇ શકે છે. ખરેખરમાં કેટલીય વાર પુરુષો ટાઇટ એન્ડવિયર પહેરીને સુએ છે, આવામાં તે સ્ક્રોટમનુ ટેમ્પરેટર વધી જાય છે, જેનાથી સ્પર્મ વાઇટિલિટી અને સ્પર્મ કાઉન્ટ બન્ને પર અસર પડે છે. આ જ વાત મહિલાઓ પર પણ લાગુ થાય છે. જો તમને નેક્સ સુવુ કન્ફોર્ટેબલ નથી લાગતુ તો તમે લાઇટ ફિટિંગ કપડાં પહેરીને પણ સુઇ શકો છો.
સારી ઊંઘથી ઇમ્યૂનિટી વધે છે, અને ઇન્ફેક્શનના ચાન્સીસ ખુબ ઓછા થઇ જાય છે. આનાથી ઉલટુ જ્યારે તમે ઠીકથી ઊંઘી નથી શકતા તો તમારા શરીરની ઇમ્યૂનિટી દિવસ દિવસે ઘટતી જાય છે, અને તમે ભલે ગમે તેટલુ ધ્યાન રાખો પણ બીમારીઓથી બચી નથી શકતા.